________________
નિર્વેશ પરિણામ, ક્રૂર અને ઘાતક પરિણામ ન હોય તેને સામાયિક છે. મતલબકે દયા જૈન ધર્મનો પ્રાણ હોવાથી જયારે માનસિક જીવનમાં ભાવદયા કે સ્વદયાના ભાવો થાય તે સામાયિક છે.
સામાયિક ક્યાં હોય છે ? આ દ્વા૨ની વાત ક૨તાં ક્ષેત્ર, દિશા, કાળ, ગતિ, ભવ્ય, સંજ્ઞી, ઉચ્છવાસ, દષ્ટિ અને આહાર આદિ દ્વારાથી સામાયિક કયાં હોય છે ? તેની વાત કરી છે. તેને સંક્ષેપથી જાણવાનો પ્રયાસ કરીએ તે પહેલા જાણી લેવું ઠીક રહેશે કે, અનાદિ કાળથી અનન્ત ભવોમાં મનુષ્યવહા૨ દ૨મ્યાન, ત્રણે પ્રકા૨ના સામાયિકોની આરાધના કરેલી હોવી જોઈએ. એટલે તે સામાયિકોના થોડા ઘણા સંસ્કારશે પણ આત્મામાં પડેલા હોવાથી. તેનો ઉદયકાળ ક્યાં સ્થાને ? આવી શકશે તેની આ વાત છે. કેમ કે આરાધના અને વિરાધનાનો ક્રમ પણ સાથે જ પડેલો હોય છે. તેથી વિરાધના કારણે, ગમે તેવા ક્ષેત્રોમાં, જાતિઓમાં ખાનદાનમાં પણ જન્મી શકે છે. સાથે સાથે અસ્પષ્ટ રૂપે આરાધના સંસ્કાશે પણ ઉદયવર્તી હોય છે. તેમાં સમ્યકુસ્સામાયિક અને શ્રત સામાયિકના સર્વથા આછા પાતલા સંસ્કારોના કારણે તે જીવાત્મામાં થોડું ભવ્યત્વ કલ્પી શકાય છે. આજે પણ આપણે અનુભવીએ છીએ કે, પોતપોતાના પારંપરેિક ધર્મમાં પૂર્વગ્રહગ્રસ્ત હોવા છતાં પણ કેટલાક મુસલમાનો, ઈસાઈઓ, વેદધર્મીઓ, કસાઈઓ અને