________________
૧૭.
નગરવાસઓ સમજી જાય તે પ્રમાણે ૧૨ વાગ્યાના સમયનો નિર્ણય કરી ટોપ પડે, ઘંટ વાગે કે ભુંગશે બોલે. લોકો મજદુશે તત્કાળ છુટા થાય છે અને પોતપોતાના ઘરથી લાવેલા ભાથાના ડબા ખોલી ખાવા બેસી જાય છે. નયપદ્ધતિ પણ કંઈક આના જેવી જ છે, જેમ કે એક સુતારે પોતાના મનમાં પ્રસ્થ બનાવવાનો સંકલ્પ કર્યો... પ્રસ્થ એટલે જેમાં અમુક વજન પ્રમાણ ધાન્ય સમાઈ શકે તેને પ્રસ્થ કહેવાય છે. તે લોખંડનું, પીતલનું, કે લાકડાનું પણ હોઈ શકે છે. સુતા૨ને લાકડાનું બનાવવું હતું તે માટે લાકડું પણ તેની પાસે નથી પણ મનમાં શંકલ્પત શબ્દની વિવક્ષા કરીને ભાષા પ્રયોગ આ પ્રમાણે કરે છે. ખંભા પર કુહાડે મૂકી આ ભાઈ જંગળ તરફ જાય છે. તે સમયે બીજો કોઈ પૂછે છે કે, "તમે ક્યાં જાઓ છો ?' જવાબમાં સુતારે કહ્યું કે, “ પ્રસ્થ લેવા જાઉ છું." જંગલમાં ગયો ઝાડને કાપવા લાગ્યો ત્યારે કોઈના પૂછવાથી જવાબ આપ્યો કે- 'હું પ્રસ્થ કાપી રહ્યો છું.' લાકડું કાપી ઘેર લાવ્યા પછી સુતાર તેને છોલવા લાગ્યો,
ત્યારે બ્રેઈએ તેને પૂછ્યું કે, “ શું છોલી રહ્યાં છો ?' જવાબમાં કહ્યું કે, “ હું પ્રસ્થ છોલી ૨હ્યો છું. ત્યાર પછી પ્રસ્થકનિમિત્ત કાષ્ઠના મધ્ય ભાગને ખોદીને બહાર કાઢતાં જોયું અને પૂછ્યું કે, “શું કરી રહ્યાં છો ?' ત્યારે સુતારે કહ્યું કે, "હું પ્રસ્થક ઉત્કીર્ણ કરૂં છું." તૈયાર થયા પછી તેના જવાબમાં કહ્યું કે, "હું પ્રસ્થકના આકા૨ને અંકિત