SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૪. અથવા તલ હોય. ઈત્યાદિ નિશાનો જેના પર હોય તેને જોઈ “આ માશે પુત્ર જ છે. આવી રીતે માતાને જ્ઞાન થાય તે ચિનાદિના અનુમાનથી થાય છે. તેનો પ્રયોગ આ પ્રમાણે.. મપુત્રોડયું અનન્યસાધા૨ણ ક્ષતદિલક્ષણ વિશિષ્ટલિંગોપ લબ્ધરત' લક્ષણ પુત્રને પ્રત્યક્ષ કર્યા પછી પણ ઓલખી શકાય છે તો અનુમાનની આવશયક્તા શી ? જવાબમાં જાણવાનું કે પુરૂષનું પિંડ માત્ર પ્રત્યક્ષ હોવા છતાં, તેમાં સંદેહ હોઈ શકે છે કે – પુત્ર હશે ?, કે બીજો કોઈ ? પ૨સ્તુ શરીર પર અમુક ચિનથી જ અનુમાન થાય છે કે આ મારો પુત્ર જ છે. ઈંગત, આકાર, ક્રિયા, ભાષણ, નેત્ર વત્રવિકાર વડે આન્તરમના જાણી શકાય છે. શેષવતુ અનુમાન પાંચ પ્રકારે છે. કાર્યથી, કારણથી, ગુણથી, અવયવથી, અને આશ્રયથી. જેમ કે આ અવાજ શંખનો, ભેરીનો, બળદનો, મયૂરનો, ઘોડાનો, હાથીનો છે. એટલે કે અવાજ પ૨ તે તે વસ્તુઓનું અનુમાન કરવું અથવા માર્ગ પ૨ પહેળી લાદ ( વિષ્ય)ને જોઈ હાથીનો, અથવા ૨થનો અવાજ સાંભળીને
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy