SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ મન:-પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય કર્મો છે, જે ત્યાગ, તપની અભૂતપૂર્વ સાધના વિના ક્યારે ય દબાવવાના નથી. માટે મોક્ષ મેળવવાની ઝંખના જ હોય તો ત્રણે આવરણોમાં બેને ખસેડવાનો અને કેવળજ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અનુમાન પ્રમાણ. પૂર્વવતુ. શેષવત્ અને દષ્ટસાધર્યવત્ રૂપે અનુમાનના ત્રણ ભેદ છે. અનુમાન થવામાં લિંગગ્રહણ અને સંબંધસ્મરણ બે કારણો છે. જેનાથી સાધ્યની સિંદ્ધ થાય તે લિંગ-નિશાન-ચિળ, અથવા સાધ્ય વિના જેની ઉત્પત્તિ ન થાય તે લક્ષણ હેતુનો છે અને તે બંને એટલે સાધ્ય(અને) હેતુ(ધૂમ)ના સંબંધની સ્મૃતિપૂર્વક જે જ્ઞાન થાય તે અનુમાન જ્ઞાન છે. કોઈ સાધકને બીડી સળગાવવા માટે આંનેને ગોતવો ક્યાં ? તે સમયે કોઈના મન પરથી ઉપર જતો ધૂમાડો જોવાયો, ત્યારે તેને યાદ આવ્યું કે મારા ઘરે પણ જ્યારે જ્યારે ધૂમાડો દેખાતો હતો, ત્યારે જરૂરથી આગ્ન પણ વિદ્યમાન હતો. માટે આ ઘરે ધૂમાડો દેખાય છે તેથી અગ્નિ પણ જરૂરથી હોવો જોઈએ. આમ અને એ સાધ્ય છે તેની સાથે અવિનાભાવસંબંધથી ધૂમાડો
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy