________________
૩૯
એક પાડે એક જીવ છે. તે તો આકાર વિશેષથી પણ જાણી શકીએ છીએ. આવી પરિસ્થિતિમાં એક ઝાડના પાંદડા પણ નથી ગણી શકાતા તો પછી ગામમાં, ખેતશેમાં, પર્વતોમાં, નદીનાળાના કિનારામાં રહેલી એકજ ગામની વનસ્પતિના પાંદડા શી રીતે ગણાશે ? કોણ ગણશે ? તો પછી પૂરા બ્રહમાંડમાં રહેલા ઝાડ, પાંદડાને ગણવાની શકયતા તો ૩૩, કરોડ દેવ દેવીઓ પાસે પણ ક્યાંથી હોય ?
આંગળીમાંથી ટપકતા પાણીના એક બુંદમાં ૩૬૫૦ ચાલતા ફરતા જીવોને આજના સાયન્સે પણ કબૂલ્યા છે. આ સંખ્યા તો તેમાં ઉત્પન્ન થયેલા ત્રસજીવોની છે. ત્યારે પાણીના બુંદમાં જીવો કેટલા ? અને યત્રવારે તત્ર વનસ્પતિ આન્યાયે તેના જીવો કેટલા ? કોણ માપી શકવાનો હતો ? તો પછી એક ગ્લાસમાં માટલામાં, વાવડીમાં, તલાબમાં અને છેવટે સ્વયંભૂરમણ સુધીના સમુદ્રમાં રહેલા પાણીના જીવો શી રીતે મપાશે ? તેમાં ૨હેલા કલ્પનાતીત માછલા, મગ૨ આંદના નાના મોટા જીવોને, તલાબ નદીમાં રહેલા દેડકા, કાચબા આદિ જળચર જીવોને ગણવા કોણ સમર્થ છે ?
વનસ્પતિમાં પણ ભીડાં, કરેલા, કંકોડા, તુરીયા, મરચા, કોથમીર આંદે શાક ભાજીઓ ફુટમાં રહેલા ઢગલા