________________
૦૧૨
જ નામથી જીવોની ઓળખાણ થઈ જાય છે. ઉચ્ચારાયેલા જીવ શબ્દમાં જ જતુ પ્રાણી, આત્મા આદિનો સંગ્રહ થઈ જાય છે. તે એક નામ છે.
આકાશ, નભન્ન, તારાપથ, વ્યોમ, અંબ૨ આંદ એકાદ નામથી આકાશનું જ્ઞાન થતાં વાર લાગતી નથી.
જ્ઞાન, બુદ્ધિ, બોઘ આંદથી જ્ઞાન થઈ જાય છે. રૂ૫, ૨૨, ગંધથી પુદ્ગલનું જ્ઞાન થાય છે.
આ ના૨કથી (નરક જીવ) તિર્યંચ શબ્દથી એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય જીવોનું મનુષ્ય શબ્દથી મનુષ્યલોકના મનુષ્યનું અને દેવથી ચારે નિકાયના દેવોનું ભાન થાય છે. આ માણશ એક ગુણદ્વિગુણ કૃષ્ણ રૂપે છે એટલે કે થોડા કાળા રંગનો છે. આ વધારે છે. આ ઓછો છે. અર્થાત્ તે તે શબ્દોથી તે તે જીવોનું જ્ઞાન સુલભ બને છે. જેમ કાળા રંગની કસોટી પ૨સુવર્ણ-આદિ પ૨ખાય છે તેમાં પણ આ સુવર્ણ ૧૦૦ ટચનું, આ ૯૮ ટચનુય પ૨ખાતા વાર લાગતી નથી. તેમનાગમ કસોટી, (કષ પટ્ટ) નામોથી જૂદા જૂઘ જીવોનું, પદાર્થોનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. મતલબ કે એક જ પર્યાય નામ વડે તે તે જીવોને જાણ વામાં સ૨ળતા રહે છે.
से किं तं दुणामे ? दुविऐ पण्णते तं जहा एगक्खरिए अ अणेगक्खरिए अ