________________
૧૩૧
સામાયિક છે.
જેમાં રાગ-દ્વેષનો પ્રવેશ નથી. શત્રુમિત્ર પ્રત્યે, માટી-સુવર્ણ પ્રત્યે છેવટે પોતાના સુખદુ:ખો પ્રત્યે પણ સમાનભાવ છે તે સામાયિક છે. ભગવતી સૂત્રમાં ત્યાં સુધી કહેવાયું છે કે આપણો આત્મા જ સામયિક છે અને સામાયિક જ આત્મા છે. મતલબ કે સામાયિકની આરાધના જ આત્માની આરાધના છે અને જે આત્માનો આરાધક છે, તે ૨હંત પરમાત્માનો પણ આરાધક છે મન-વચન-કાયાની ચંચલતા આત્માને માટે પરધર્મ છે. અને ધૈર્ય, એટલે મન-વચન અને કાયાની સ્થિરતા જ
સ્વધર્મ છે, વય નિયન શ્રેર:' અર્થાત્ અનાદિકાળથી પાંચે ઈન્દ્રિયોની ગુલામી, કષાયોંની પરાધીનતા, કાયાની માયા આદિ પૌગલિક પદાથોની, શેવનાથી આત્માના એક એક પ્રદેશમાં વધેલી, વધારેલી, અને સારી રીતે પુષ્ટ કરેલી ચંચલતાને દૂર કરવા માટે એકી સાથે કે ધીમે ધીમે અભ્યાસ કરવો, પુરૂષાર્થ કરવો તે સામાયિક છે. ભવપરિભ્રમણ કરતા જીવાત્માને લાગેલા થાકને ઉતારવા માટે સામાયિક સિવાય બીજો એકેય માર્ગ નથી. તેવા પવિત્ર સમય દ૨મ્યાન આત્માને સ્થિર કરવા માટે નીચે પ્રમાણેનો સંકલ્પ કરવો જેમ કે :
સામાયિક સમયમાં હું કોઈનો શેઠ નથી, પતિ નથી, ગુરૂ નથી, વ્યાપારી નથી, તેમ સાંસા૨ તથા તેની માયા