________________
૧૧૬.
કૃત આ નાનો, આ મોટો આવા નામે વ્યવહત થાય છે.
પુદ્ગલ દ્રવ્ય કોઈ કાળે એકાન્ત નિત્ય નથી. પણ પરિણામી નિત્ય છે. આકાશ જેવા તત્વોને પણ એકાન્ત નિત્ય માનવામાં તાર્કિકોના વિરોધ સામે આવશે. કેમ કે તેઓ પોતે પણ ઘટાકાશ, પટાકાશ આદિની કલ્પનામાં વિરોધી નથી. મતલબ કે એકાન્તનિત્ય કે એકાન્ત ક્ષણિક નામનો પદાર્થ સંસારમાં છે જ નહીં, જીવાત્માને પણ એકાન્ત નિત્ય માનતાં આ માનવ, આ દેવ, આ ના૨ક, આ દેડકો, ઘોડો કૂતશે, વાઘ આદળો વ્યવહાર જે સર્વથા સત્ય સ્વરૂપે છે. તેનો લોપ થતા વ્યવહાને વાંધો આવતા વાર લાગશે નહી, રિદ્ધિશિલામાં વિરાજમાન થયેલા જીવો ને છોડી બીજો એકેય જીવ પુગલોના સંગ વિનાનો છે જ નહીં, ગોત્યો પણ જડે તેમ નથી. શરી૨ પગ, હાથ, નખ, નાક, આંખ, કાન, વાળ આદિ પૌદ્ગલિક છે. જેનો સંગ્રહ કર્યા વિના કોઈ પણ જીવ પોતાના ઉપાર્જન કરેલા પુણ્ય પાપોને શી રીતે ભોગવશે ?
સારાંશ કે જીવ પણ નિત્ય નથી પણ પરિણામી નિત્ય છે, ત્યારે જ તેમાં પરિણામો થતાં રહે છે. સ્કન્ધો પણ પીદ્ગલિક હોવાના કારણે તેમાં રહેલા પરમાણુઓની ઘટ-વધ પ્રતિ સમયે થતી રહે છે. ચર્મચક્ષુઓના માલિકોથી ન ગણી શકાય તેટલા પરમાણુઓથી સ્કન્ધ બને છે. મતલબ કે સ્કન્દમાત્ર પૌÍલક હોવાથી જડ છે. સર્વથા ચૈત્યન્ય