________________
૯૩
માનવાવતાર મલ્યો, જ્ઞાની ગુરુમાલ્યા. તેમના ચરણોમાં યદ્યપિ જીવન અર્પિત કરી ચૂકયા છીએ તો પણ સમજવાનું શરળ બનશે કે આપણા આત્મ પ્રદેશો ઉપ૨ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન કરતાં અગણિત એટલે હજારો લાખો અને કરોડો ગુણા વધારે મત-અજ્ઞાન તથા શ્રુત અજ્ઞાન પોતાનું સ્થાયી આસન જમાવીને બેઠું છે. આવી પરિસ્થિતિમાં સૌ કોઈને મત અજ્ઞાાનનું વાદળ ખશે અને સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, તેવા પવિત્ર આશયથી જ આચાર્ય ભગવંતો ઉદાદિલે શ્રુતજ્ઞાનની પ્રભાવના કરી રહ્યાનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી.
ભાવકૃતના પ્રતિપક્ષે નામાદિ નિક્ષેપો છે. તો પણ વિરોધીઓને જાણ્યા વિના નામ, સ્થાપના અને દ્રવ્યની વ્યાખ્યા કેટલી ગ્રાહ્ય છે તેનો ખ્યાલ આવશે અને જાણકારી પણ થશે કે ભાવકૃતને હદયંગમ કરવા માટે જ નામ સ્થાપના અને દ્રવ્યકૃતને સૌથી પહેલી જાણવાની આવશ્યકતા શા કારણે છે ? આ કારણે જ શૂય’ શબ્દમાંથી બનેલ સૂત્ર શબ્દની વ્યાખ્યા કરવામાં પણ સૂત્રકાર બેધ્યાન બન્યા નથી.
તે દ્રવ્યમૂત્ર પાંચ પ્રકારે છે.
અંડજ, બોંડજ, કીટ, બાલજ અને વલ્કજ. ૧) અંડજ:-હસંગર્ભમાં ઉત્પન્ન થયેલ સૂત્ર અંડજ કહેવાય