________________
'
૬૯
શમાન જ છે કે, આ મુનિ આગળ વધીને પોતાનું અને પોતાના ગુરુનું નામ દીપાવશે. માટે નોઆગમ થી તે ભવ્ય શરી૨ દ્રવ્યાવશ્યક કહેવાય છે. કુંભારને ત્યાંથી આવેલા નવા ઘડાને જોઈ કહેવાય છે કે આ ઘડો ઘી ભ૨વા માટે અને આ ઘડો મધ ભરવાને માટે ઉપયુકત થશે.
હવે શાસ્ત્રાનુસાર આનો ભાવ જાણીએ, આ બાળમુનિ ભવિષ્યમાં આપણી વિવક્ષાને અનુસા૨ વિદ્વાન, વક્તા કે આચાર્ય થશે. અત્યારે આગમનો અભાવ હોવાથી નોઆગમ માનવું રહ્યું. કારણ કે હે પણ નો શબ્દ શર્વ નિષેધ અર્થમાં છે.
શકાં:- ભાવ આવશ્યકનું કારણ દ્રવ્યાવશયક છે, તો પછી આ બાળમુનમાં આગમનો અભાવ છે તો તેના પ્રતિ તે કા૨ણ શી રીતે બનશે ? કાર્ય નો જ અભાવ દેખાતો હોય તો તેમાં કારણની યોજના કરવાથી શો ફાયછે ?
જવાબમાં જણાવાનું કે, ભાવીમાં થનારા પર્યાયમાં અત્યારે પણ અસ્તિત્વનો ઉપચાર સૌને માન્ય છે. જેમ “વારિરિમૂવલુપવાર આ પ્રમાણે ભવ્ય શરી૨ દ્રવ્યાવશ્યક નોઆગમ થી કહેવાય છે. બજેથી વ્યકિત દ્રવ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. લૌકિક, કુપ્રાવર્ચાનક અને લોકોત્તરક.
લૈકિક દ્રવ્યાવય: