________________
-
૬o.
(સૂત્ર. ૧૪) દ્રવ્ય માત્રમાં અસ્તિત્વ, નાસ્તત્વરૂપે અનન્ત ધમાં વિદ્યમાન છે. યદ્યપિ આપણા જેવા છદ્મસ્થો અને મત જ્ઞાનની કચાશ વાળાઓ, અનન્તધર્મો ન જોઈ શકે કે ન કલ્પી શકે. તે વાત જુદી છે. પણ જે ધમ કેવળજ્ઞાની કે વિશિષ્ટ જ્ઞાનીઓ જોઈ શક્યા છે, તેમાં શંકાનું સ્થાન નથી. જૈન શાસને પ્રત્યેક પ્રસંગમાં સ્યાતું એટલે કથંચિત શબ્દનો પ્રયોગ કરીને સૌ કોઈના મતિજ્ઞાનના દ્વાર ઉઘાડા જ ૨ખાવ્યા છે. જ્યારે બીજા દર્શનોએ પવનેવ” એટલે “ફેલા હા હા આમ જ છે. આવી રીતના ભાષા વ્યવહારથી સૌ કોઈના મતિજ્ઞાનના દ્વારા જ બંધ કરી દીધા છે. માટેજ ભાત દેશમાં ધર્મના નામે , ઈશ્વ૨ના નામે તત્ત્વના નામે કોઈ કાળે પણ ઝઘડા મટયા નથી.
અનન્ત ધર્માત્મક વસ્તુના કેવળ એક ધર્મ ને જાણવાણી સાથો સાથ બીજા ધર્મ (પર્યાય)નો અપલાપ ન કરવાની બોલવાની રીત ને નયવાદ કહેવાય છે. અસ્તિત્વ કે નાસ્તત્વરૂપે અનન્ત ધર્મો (પર્યાયો) દ્રવ્યમાત્રમાં છે કે નહીં? સાધકને લાલ રંગના ઘડાને જ જાણવાની ઈચ્છા છે. જાણવાવાળો સાધક બરાબ૨ જાણે છે કે, ઘડાના વ્યાપારીને ત્યા ઘડાઓ, લાલ, પીલા, કાળા અને સફેદ આદિ રંગના પણ હોય છે. માગશર, પૌષ આદિ મહિનાઓમાં ઘડાયેલા છે, રામજી, શામજી કે દામજી આદિ કુંભારના