________________
સપ્તતિકા કર્મગ્રંથ ઋક્ષ્મી नाणंतराय-दसगं, दंसण नव वेअणिज्ज मिच्छत्तं।
सम्मत्त लोभवेआ-उआणि नवनाम उच्चं च ॥६८॥ ગાથાર્થ: જ્ઞાનાવરણ અને અંતરાય મળીને દસ, દર્શનાવરણની નવ, બે વેદનીય, મિથ્યાત્વ
મોહનીય, સમ્યક્ત મોહનીય, સંજવલન લોભ, ત્રણ વેદ, ચાર આયુષ્ય, નામકર્મની
નવ અને ઉચ્ચ ગોત્ર (એ ૪૧ પ્રકૃત્તિનો ઉદીરણા વિના પણ ઉદય હોય) ૬૮ (૫ જ્ઞાનવરણીય, પાંચ અંતરાય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીય, સંજવલન લોભ, ત્રણ વેદ, ચાર આયુષ્ય, નામ કર્મની નવ (મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર પર્યાપ્ત, સુભગ, આદેય, યશ અને જિનનામ) અને ઉચ્ચ ગોત્ર એ ૪૧ પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા સમકાળે હોય એવું નથી એટલે ઉદીરણા વિના પણ ઉદય હોય.
પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ૧૪ પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા ૧૨ મા ગુણઠાણાની એક આવલિકા બાકી હોય ત્યાં સુધી હોય અને ૧૨ મા ગુણ. ની છેલ્લી આવલિકામાં એ ૧૪ પ્રકૃતિનો ઉદય જ હોય, પણ ઉદીરણા ન હોય.
નિદ્રા પંચકનો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા થયા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી ફક્ત ઉદય જ હોય ઉદીરણા ન હોય. શેષકાળે ઉદય હોય ત્યારે ઉદીરણા પણ હોય.
બે વેદનીયની ઉદીરણા પ્રમત્ત ગુણ. સુધી ઉદય સાથે હોય. પ્રમત્તથી આગળ ફક્ત ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
પ્રથમ સમ્યકત્વ પામતાં અંતઃકરણ કર્યા પછી પ્રથમ સ્થિતિ એક આવલિકા જેટલી બાકી હોય ત્યારે મિથ્યાત્વનો ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
વેદક સમકિતી ક્ષાયિક સમકિત પામતા મિથ્યાત્વ મોહ. અને મિશ્ર મોહ. નો ક્ષય કર્યા બાદ સમકિત મોહનીય સર્વ અપવર્તનાએ અપવર્તને અંતર્મુહૂર્તની સ્થિતિનું કરેલ હોય તે ઉદયઉદીરણાએ અનુભવાતું આવલિકા શેષ જ્યારે રહે, સમ્યકત્વ મોહનીયનો ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય.
સંજવલન લોભનો ઉદય અને ઉદીરણા સૂક્ષ્મ સંપરાયની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ઉદય હોય ત્યારે બન્ને સાથે હોય, ઉપશામક અને ક્ષેપકને છેલ્લી આવલિકામાં ફક્ત ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
૪૧૯