________________
૨૮૫
વનસ્પતિ, વિકલૈંદ્રિય, પંચેંદ્રિય તિર્યંચ અને
મનુષ્યની કાયસ્થિતિ. તાઓ વમિ અણુતા, સંખિજિજા વાસ સહસવિગલેસ, પંચિદિ તિરિ નરેસ, સત્ત૬ ભવા ઉ ઉોસા ૨૬૫. તાઓ-તે ઉત્સપિણી). | પચિંદિ-પંચૅક્રિય. વર્ણમિ-વનસ્પતિને વિષે. | તિરિ–તિર્યચ. અણુતા-અનંતી.
નરે સુ-મનુષ્યને વિષે. સંખજજા-સંખ્યાતા. વાસ સહસ-હજાર વર્ષ | સકુભવા-૭ કે ૮ ભવ. વિગલે સુ-વિકલૈંદ્રિયને વિષે. | ઉક્કોસા-ઉત્કૃષ્ટથી.
શબ્દાથ–વનસ્પતિને વિષે ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ તે અનંતી ઉત્સર્પિણી, વિકસેંદ્રિયને વિષે સંખ્યાતા હજાર વર્ષ, પંચંદ્રિય તિર્યંચ અને મનુષ્યને વિષે ૭ કે આઠ ભવ હોય છે.
વિવેચન-આ કાયસ્થિતિ વ્યવહાર રાશિ જીવને સંભવે, કારણકે વ્યવહાર રાશિવાળ જીવ મરણ પામીને નિગોદમાં જાય, તે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રહીને પછીથી તે જીવ વ્યવહાર રાશિમાં આવે. મરૂદેવા માતા સાથે વ્યભિચાર નહિ, કેમકે મરૂદેવા અનાદિ કાળથી નિગદમાં રહેલાં હતાં. ગર્ભજ પંચૅક્રિય તિર્યંચ અને મનુષ્યની ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ ૭ ભાવ પૂર્વ કડી વર્ષના અને આઠમો ભવ ત્રણ પાપમની સ્થિતિવાળા યુગલિયાને, સમૂચ્છિમ તિયચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વ કોડી પૃથકત્વ વર્ષની અને સમૂર્ણિમ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મુહૂર્ત પૃથકત્વની જાણવી.