________________
સમયે સખ્યાએ ગણતાં ઉપપાત. છ એક સમયે સખ્યાએ ગણુતાં ચવન. ૮ ગતિ અને ૯ આગતિ એ દરેકની કહીશું.
વિવેચન—અરિહ'તાદિ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને દેવતા અને નારકીનું આયુષ્ય, ભવન અને શરીરનું પ્રમાણુ કહીશું. તથા મનુષ્ય અને તિર્યંચાને ભવન વિના એ દ્વાર કહીશું. કારણ કે મનુષ્ય અને તિર્યંચાનાં ઘર અચેતન હાવાથી અશાશ્વતાં છે તથા દેવતા અને નારકીનાં ભવનામાં એકેચિ જીવાની ઉત્પત્તિ થતી હાવાથી તે ભવના શાશ્વતાં હાય છે. એક દેવ ઉત્પન્ન થયા પછી બીજો દેવ કેટલા કાળને આંતરે ઉપજે તે ઉપપાત વિરહ, તથા એક દેવ મરણ પામ્યા પછી બીજો દેવ કેટલા કાળને આંતરે મરણુ પામે તે ચ્યવન વિરહ. એક સમયે સંખ્યાએ ગણતાં કેટલા દેવ ઉપજે તે ઉપપાત સંખ્યા. એક સમયે સંખ્યાએ ગણતાં કેટલા દૈવ ચવે તે ચ્યવન સંખ્યા. દેવાદિ મરીને કઇ ગતિમાં જાય તે ગતિ. અને કઈ ગતિમાંથી નીકળેલા જીવા દૈવાદિ ગતિમાં આવે તે આગતિ એ પ્રમાણે દેવતાનાં ૯, નારકીનાં ૯, મનુષ્યનાં ૮ અને તિર્યંચનાં ૮ મળી કુલ ૩૪ દ્વાર કહીશું. એ ૧. અભિધેય ( ગ્રંથના વિષય ) કહ્યો.
૨. પ્રચાજન એ પ્રકારે ગ્રંથ કર્તા તથા શ્રોતાનું અનંતર અને પર’પર. તેમાં ગ્રંથ કર્તાનું અનંતર ( તાત્કાલિક ) પ્રત્યેાજન પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવા અને શ્રોતાનું અનંતર પ્રત્યેાજન દેવાદિકનું સ્વરૂપ જાણવું. ગ્રંથકો અને શ્રોતાનું પરપરાએ પ્રયાજન જ્ઞાનાવરણીયાદિક ના ક્ષય કરી મેાક્ષની પ્રાપ્તિ કરવી, એ પર પર પ્રયેાજન.