________________
- ૧૦૦
વૈમાનિક દેવો અવધિ જ્ઞાતથી ઉત્કૃષ્ટ કેટલું ક્ષેત્ર
દેખે? તે કહે છે. દેકપ પઢમ પુઢવિ, દો દો દો બીય તઈયગં ચઉથિં ચઉ ઉવરિમ આહીએ, પાસતિ પંચમં ઢવિં. ૧૩. દો કપ-બે દેવલોકના | ચઉ–––ચાર. પઢમ પુર્વિ-પહેલી પૃથ્વી | ઉવરિમ-ઉપરના. સુધી.
એહીએ-અવધિ જ્ઞાનથી. દે દો દો-બે બે બે દેવલોકના. બીય–બીજી.
પાસનિ-જુવે છે. તઇયાં-ત્રીજી.
પંચમ–પાંચમી. ચઉન્ધિ -ચ થ. 1 પુઢવિં-પૃથ્વીને, પૃથ્વી સુધી.
શબ્દાર્થ_એ દેવલેક (સૈધર્મ અને ઈશાન) ના દેવો પહેલી પૃથ્વી સુધી, તે પછી બે દેવલોક (સનકુમાર અને માહેદ્ર) ના દેવો બીજી પૃથ્વી સુધી, તે પછી બે (બ્રહ્મ અને લાંતક) દેવકના દે ત્રીજી નરક પૃથ્વી સુધી, તે પછી બે (મહાશુક અને સહસ્ત્રાર) દેવલોકના દેવે ચોથી નરક પૃથ્વી સુધી ઉપરના ચાર (આનત પ્રાણત આરણ અને અમ્યત) દેવકના દેવો પાંચમી નરક પૃથ્વી સુધી અવધિજ્ઞાનથી જુવે છે.
વિવેચન–સાધર્મ અને ઈશાન ઇંદ્ર તથા તેના સામાનિકાદિ ઉત્કૃષ્ટાયુવાળા દેવ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગ સુધી દેખે, તેમાં એટલું વિશેષ છે કે ઉપર ઉપરના દેવકના દે