________________
સમુદ્ર, હારવરાવભાસ દ્વીપ, હારવરાવભાસ સમુદ્ર, એવી રીતે સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી ત્રિપ્રત્યવતાર કહે. જબૂદ્વીપ અને લવણ સમુદ્ર વિગેરે દ્વીપ સમુદ્રો દરેક અસંખ્યાતા છે. તેમાંને છેલ્લે સૂર્યવરાવભાસ સમુદ્ર છે, તે પછી દેવાદિ પાંચ દ્વીપ અને સમુદ્રો એકેકા નામવાળા છે, એટલે તેમનો ત્રિપ્રત્યવતાર થતું નથી, તેમજ તે દરેક અસંખ્યાતા પણ નથી. જેમકે દેવ દ્વીપ, દેવ સમુદ્ર, નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્વીપ, યક્ષ સમુદ્ર, ભૂત દીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર. તથા સર્વે દ્વીપ સમુદ્રો વિજયાદિ ૪ દરવાજાવાળા અને વજી રત્નમય જગતી વડે વીંટાએલા છે. તે જગતી ૮ યોજન ઊંચી, મૂલમાં ૧૨ જન પહેલી અને ઉપર ૪જન પહેલી છે. તેના ઉપર મધ્ય ભાગે ૨ ગાઉ ઉંચા અને ૫૦૦ ધનુષ્ય પહેલી પદ્યવોવેદિકા છે. તેની બંને બાજુએ દેશન (અઢીસો ધનુષ્ય ઓછાં એવાં) બે જન પ્રમાણ વનખંડ છે.
સમુદ્રોનાં પાણી અને મત્સ્યનું પ્રમાણુ. વાસણવર ખોરવરે, ઘયવર લવણે ય હુત્નિ ભિન્નરસા કાલેય પુખ-દહિ સયંભૂરમણો ય ઉદગરસા. ૭૫. ઇસ્કુરસ સેસ જલહી, લવણે કાલોએ ચરિમિ બહુમચ્છા પણ સગ દસ જોયણ સય, તણુ કમા થાવ એસેસ. ૭૬.