________________
(૫૮) સંસારશ્રેણી જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે, તેને ક્ષાંતિ વિગેરે ગુણે ધારીને વિશ્રેણી (નષ્ટ) કરીને તથા સમત્વ ભાવપાણું જાણીને તે પ્રમાણે વર્ત જેમકે જિનકપી કેઈ એક કલ્પ (વસ) ધારી કઈ બે, અને કોઈ ત્રણ પણ ધારણ કરે છે, અથવા સ્થવિર કલ્પી મુનિ માસક્ષપણ હેય, કઈ પંદર દિવસના ઉપવાસ કરનારે હોય, તથા કઈ વિકૃષ્ટ અને કઈ અવિકૃષ્ટ તપ કરનારે હય, અથવા કઈ સૂર ગડુ જે રેજને પણ ખાનારે હૈય, તે તે બધાએ. તીર્થંકરના વચન અનુસારે વત્ત છે, અને પરસ્પર નિંદા કરનારા ન લેવાથી સમત્વદશી છે, કહ્યું છે કેजोवि दुवत्थ तिवत्यो, एगेण अचेलगोव संथरहा नहुतेहिलेंति, परंसव्वेवि हुते जिणाणाए; ॥१॥
જે બે, ત્રણ, એક અથવા વસ્ત્ર રહિત નિભાવ કરે, તે બધા જિનેશ્વરની આજ્ઞામાં હોવાથી પરસ્પર નિદા કરતા નથી; - તથા જિનકલ્પિક, અથવા પ્રતિમા ધારણ કરેલ, કઈ મુનિ કદાચિત્ છમહિના સુધી પણ પિતાને કલ્પમાં ભિક્ષા. ન મેળવે, તે ઉત્કૃષ્ટ તપ કરવા છતાં પિતે રોજ ખાનાર ફર ગડુ જેવા મુનિને એમ ન કહે કે હે ભાત ખાવા માટે દિક્ષા લેનારા મુંડ! તે ખાવા માટે જ માત્ર દીક્ષા લીધી છે ! (એવું કહીને અપમાન ન કરે,