________________
(૫૫)
શક્તિ વધારે હોય તે ઓછાં વસ્ત્રથી નિભાવ કરે, પણ વધારે રાખનારને નિંદે નહીં, તેમ કારણ પડતાં વધારે વસ્ત્ર રાખવાં પડે તે પિતે દીનતા ન લાવે કે હું પતિત છું. પણ જરૂર જેટલી વાર જ મંદવાડ વિગેરેમાં વધારે વસ્ત્ર વાપરે). मोवि जिणाणाए, जहाविहिं कम्म खबणहाए; विहरति उजया खल, सम्मं अभिजाणइ एवं ॥३॥
તે બધા જિનેશ્વરની આજ્ઞામાં કર્મક્ષય કરવાને યથાવિધિ રહેલા છે, પણ તેઓ એગ્ય વિહાર કરતા વિચરે છે, એવું નિશ્ચયથી પિતે મનમાં ઉત્તમ સાધુ જાણે છે.
અથવા તેજ લાઘવપણાને સમજીને સર્વે પ્રકારે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ વિચારીને આત્માનડે સર્વથા નામ વિગેરે (ચારનિક્ષેપથી) સમ્યફવને જ સારી રીતે જાણે. અર્થાત તીર્થ કર ગણધરેના ઊપદેશથી દરેક ક્રિયા બરોબર કરે. આ બધાં અનુષ્ઠાને જેમ તાવને દુર કરવા માટે તક્ષક નાગનાં માથા ઉપર રહેલ મણીરત્ન લાવવા રૂપ અશક્ય ઉપદેશ નથી; પણ, બીજા ઘણા ઉત્તમ સાધુએ ઘણે કાળ સુધી એવું ઉત્તમ સંયમ પાળ્યું છે, તે બતાવે છે કે આ પ્રમાણે ઓછાં વસ્ત્ર અથવા બીલકુલ વસ્ત્ર વિના રહીને ઘાસ વિગેરેના કઠેર ફરસનાં દુઃખેને સહન કરનાર મહાવીર (બળવાન યુદ્ધ) પુરૂષોએ બધા લેકને ચમત્કાર પમાડનારા ઘણે કાળ