________________
(૨૨૮)
ખીજા ઉદ્દેશામાં શય્યા તે વસતિ ( રહેવાનુ` સ્થાન ) જેવુ' મહાવીરે વાપર્યું છે તેનુ વર્ણન છે.
ત્રીજા ઉદ્દેશામાં પરીસહ આવેથી નિજ માટે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ તેને સહન કરવા, અને તેના ઉપલક્ષણુથી અનુકૂલ તથા પ્રતિકૂલ વદ્ધમાન સ્વામીને જે પરીસહા થયા તે બતાવે છે.
ચોથા ઉદ્દેશામાં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહારવડે ચિકિત્સા (ઉપાય) કરે, અને તપ ચરણના અધિકાર તે ચારે ઉદ્દેશામાં ચાલે છે, ॥ ગાથાથ !
ત્રણ પ્રકારે નિક્ષેપ છે, આધ નિષ્પન્ન, નામ, અને સૂત્રાલાપક તેમાં આદ્યમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રુત એવું એ પદ્યનુ નામ છે, તે ઉપધાન અને શ્રુતના થથાક્રમે નિશ્ચેષા કરવા એ ન્યાયે ઉપધાન નિક્ષેપનું વર્ણન કરે છે. नामंठवणुवहाणं दव्वे भावे य होइ नायवं । एमेव य सुत्तस्सवि निक्खेवो चउव्विहो होइ ॥ २८९ ॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ઉપધાનના નિક્ષેપા છે, તેજ પ્રમાણે શ્રુતના પણ ચારજ છે, તેમાં દ્રવ્યશ્રુત અનુપયુક્ત ( ઉપયોગ વિના )નુ છે. અથવા દ્રવ્ય મેળવવા માટે જૈનેતરનુ છે.
અને ભાવ શ્રુત તે અંગ ઉપાંગમાં રહેલુ જે શ્રુત છે,