________________
(૨૯) पमाई पुण एइ गम्भं, उवेहमाणो सहरूवेसु. उज्ज माराभि संकी मरणा पमुचई, अपमत्तो कामहि, उबरओ पाव कम्महिं, वीरे आयगुत्ते खेयने जे पजवजाय सत्थस्स खेयन्न, असत्थस्स खेयन्ने जे अत्थस्स खेयने से पज्जवज्जायसत्थस्स खेयने, अक: म्मस्स ववहारो न विजह, कम्मुणा उवाही जायइ, कम्मं च पडि लेहाए सूत्र १०९.
તે ભાવથી જગતે મુનિ ભાવનિદ્રામાં સુતેલા જીવોને મન સંબંધી દુખેથી પીડાતા જુવે છે, તે દુઃખી જીદ વિચારે છે કે, હવે અમારે શું કરવું ? એમ મૂઢ બનેલા તથા, દુઃખસાગરમાં ડુબેલા પ્રાણીઓને દેખીને પતે તેવાં દુઃખમાં ન પડવા માટે મુનિ અપ્રમત થઈને વિચરે, અને સંયમ અનુષ્ઠાનને બરોબર કરે તેવા શિષ્યને ગુરૂ ફરીથી કહે છે–હે બુદ્ધિમાન ! હે ભણેલા શિષ્ય ! તું ભાવનિદ્રાથી સુતેલા દુઃખીઓને જે, અને જાગતાના ગુણ તથા સુતા ના દેને જાણીને સુવાની મતિ ન કર (પ્રમાદી ન થા.) વલી પાપ ક્રિયાને આરભ કરનારાનાં દુખે તથા દુઃખનાં મારણ કર્મ, તે ને તું પ્રત્યક્ષ જો! જેઓ જીવ હિંસા (ખુન) શેરી વિગેરે કરે છે. તેઓને થતી શિક્ષા સાક્ષાત
અને તે જાણીને આરંભ રહિત બનીને આત્મહિતમાં જાગ્રત થા!