________________
(૧૪) હવે ત્રીજો ઉદેશે કહે-છે બીજા સાથે તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં સમ્યકત્વમાં સાધુને સ્થિર કરવા બીજા મતવાળાની ભૂલે બતાવી, પણ તે સમ્યકત્વ સાથે રહેલું જ્ઞાન છે, તથા તે જ્ઞાનની સફળતા વિરતિ (વૈરાગ્ય) છે. પણ આ ત્રણે હોય છતાં પૂર્વે કરેલાં ચીકણું કર્મને બંધ નિરવ તપ કર્યા વિના ક્ષય ન થાય, માટે હવે તે તપનું વર્ણન કરે છે. આ સંબંધથી આવેલા ત્રીજા ઉદેશાનું આ પહેલું સુત્ર છે.
उवेहि णं बहिया य लोगं, से सव्वलोगंमि ज के विण्णू, अणुवीइपास निक्खित्तदंडा, जे केह सत्ता पलियं चयंति, नरामुयचा धम्माविउति अंज, आरंभ दुक्खमिणति णचा, एवमाहु संमत्तदंसिणो, ते सव्वे पावाइया दुक्खस्सकुसला परिण भुदा हरंति इयकम्मं परिणाय सव्वसो (भू० १३४)
પૂર્વે બતાવેલે સંસારપ્રિય લેકસમૂહ છે, તેને ધર્મથી વિમુખ જાણીને તેની ઉપેક્ષા કર, અથવા તેમનું અનુષ્ઠાન સારું ન માન, શબ્દથી જાણવું કે તેને ઉપદેશ ન સાંભળ, પાસે ન જા, તેમની સેવા ન કર, તથા વિશેષ પરિચય ન કર, (આ બધું નવા શિષ્યને ગુરૂ સમજાવે છે તું ન જઈશ-વિગેરે-કે જે ત્યાં જાય તે સાધુ ધર્મની