________________
વિવેચન : ભાગ-૧
૩૩૯
આ ૩૦ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. તથા વેદનીયની ૧ પ્રકૃતિ સિવાય ૨૯ પ્રકૃતિની ઉદીરણા વિચ્છેદ થાય છે. તદઅંતર સમયે જીવ અયોગી કેવલી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકનો કાળ પહૃસ્વાક્ષર જેટલો ૧ અંતર્મુહૂર્તનો હોય છે. આ ગુણસ્થાનકમાં શુકલધ્યાનનો ૪ થો પાયો વ્યુપરતક્રિય નામનો હોય છે. આ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિકથી રહિત ઉદયમાં રહેલી કર્મપ્રકૃતિઓની સ્થિતિને ભોગવીને ક્ષય કરે છે, અને અનુદયવંત કર્મ પ્રકૃતિઓને વેદ્યમાન પ્રકૃતિમાંહે તિબુક સંક્રમે કરીને સંક્રમાવતો વેદ્યમાન પ્રકૃતિરૂપપણે વેદતો થકો અયોગી અવસ્થાના દ્વિચરમ સમય સુધી પહોંચે છે.
દેવગતિ સાથે જ એકાંતે બંધ છે. જેનો એવી ૧૦ પ્રકૃતિઓ દેવદ્રિકવૈક્રિયચતુષ્ક અને આહારકચતુષ્કનો ઢિચરમસમયે ક્ષય થાય છે. તથા અનુદયમાં રહેલી ૬૧ પ્રકૃતિઓનો પણ ક્ષય થાય છે. તે આ પ્રમાણે ૬૧ + ૨ = ૬૩પ્રકૃતિનો ક્ષય થાય તે આ પ્રમાણે વેદનીય - ૧ શાતા અથવા અશાતાવેદનીય ગોત્ર - ૧ નીચગોત્ર નામ - ૬૧ પિંડપ્રકૃતિ-૪૫, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૭
પિંડપ્રકૃતિ-૪૫, ઔદારીક, તૈજસ, કાર્મણશરીર-ઔદારીકઅંગોપાંગઔદારીક, તૈજસ, કાર્મણબંધન, ઔદારીક, તૈજસ, કાર્મણ સંઘાતન ૬ સંઘયણ ૬ સંસ્થાન, વર્ણાદિ - ૨૦ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ પ્રત્યેક - ૫ પરાઘાત ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત ત્રસ - ૪ પ્રત્યેક સ્થિર શુભ સુસ્વર સ્થાવર - ૭ અપર્યાપ્ત અસ્થિરષષ્ટક
આ પ્રકૃતિઓ આયોગી કેવલી ગુણસ્થાનકના દ્વિચરમસમયે સત્તામાંથી ક્ષય થાય છે અયોગી કેવલી ગુણસ્થાનકના છેલ્લા સમયે ઉત્કૃષ્ટથી ૧૨ પ્રકૃતિઓનું વેદન હોય છે. વેદનીય -૧ શાતા અથવા અશાતા આયુષ્ય - ૧ મનુષ્ય આયુષ્ય ગોત્ર - ૧
ઉચ્ચગોત્ર નામ - ૯ પિંડપ્રકૃતિ-ર – મનુષ્યગતિ પંચેન્દ્રિય જાતિ પ્રત્યેક - ૧ જિનનામ