________________
વિવેચન : ભાગ-૧
૩૨૭
કિટ્ટીકરણ અધ્ધાના છેલ્લે સમયે અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભ સમકાળે ઉપશાંત થાય છે. તે સમયે સંજવલન લોભનો બંધ વિચ્છેદ થાય છે. તેજ વખતે બાદર સંજવલન લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તેજ વખતે નવમા અનિવૃત્તીકરણ ગુણસ્થાનકના કાળનો પણ વિચ્છેદ થાય છે. આ રીતે ૨૭-પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય છે.
ત્યારબાદ ૧૦મા ગુણસ્થાનકમાં જીવ પ્રવેશ કરે છે. ૧૦મા ગુણસ્થાનકનો કાળ ૧ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેમાં પ્રવેશ કરેલો જીવ ઉપલી સ્થિતીના દલીકોની કેટલીક કિટ્ટીઓ ખેંચી ખેંચીને તેની પ્રથમ સ્થિતિ સૂક્ષ્મ સંપરાયના કાળ જેટલી કરી કરીને વેદે છે. બાકીનું સૂક્ષ્મકિટ્ટીકૃત દલીયુ સમયજૂન -૨ આવલીકાનું બાંધેલ દલિકને ઉપશમાવે છે. તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના છેલ્લા સમયે સંજવલનલોભ સર્વથા ઉપશમ પામે તેજ વખતે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, ઉચ્ચગોત્ર અને યશનામકર્મ
- આ ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. ત્યારબાદ જીવ ૧૧મા ઉપશાંતમોહ વીતરાગ ગુણસ્થાનકને પામે છે. ત્યાં મોહનીયની ૨૮ પ્રકૃતિઓની ઉપશમના હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. તે પછી જીવ અવશ્ય ભવક્ષયે અથવા કાળ કરી વૈધાનીક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને અધ્ધાક્ષયે પડે છે. ભવક્ષયે પડનારો જીવ કાળ કરી વૈધાનીક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને અધ્ધાક્ષયે પડનાર જીવ જે ક્રમે પ્રકૃતિઓને ઉપશમાવી છે તેને ક્રમસર ઉદયમાં લાવતો લાવતો કોઈજીવ દહાગુણસ્થાને, કોઈ પમાગુણસ્થાને, કોઈક જીવ ૪ થા ગુણસ્થાનકે અટકે, કોઈક જીવ સાસ્વાદન ગુણસ્થાનકે-પહેલા ગુણસ્થાનકે જાય છે.
ઉત્કૃષ્ટથી ૧ ભવમાં જીવ ૨ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરે છે. અથવા ૧ વાર ઉપશમશ્રેણી, રજીવાર ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત કરે છે. આ વાત કર્મગ્રન્થને માનનારા આચાર્યોને મતે જાણવી. ----
સિંધ્ધાંતને માનનારા આચાર્યોને મતે ૧ ભવમાં બે માંથી કોઈપણ ૧ જ શ્રેણી પ્રાપ્ત થાય છે. આખા ભવચક્રમાં ૪ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે.
ઉપશમશ્રેણી વર્ણન સમાપ્ત