________________
કર્મગ્રંથ-૬
રરનું સત્તા સ્થાન લઈને જીવ ચારેમતિમાથી કોઈપણ ગતિમાં જઈ શકે છે ૨૧ પ્રકૃતિનું સત્તાસ્થાનઃ- અપ્રત્યાખ્યાનાદે ૧૨ કષાય અને ૯નો કષાય આ સત્તાસ્થાન ક્ષાયિક સમક્તિી જીવોને હોય છે. પ્રસ્થાપકરૂપે મનુષ્ય જ હોય છે. નિષ્ઠાપરૂપે (પૂર્ણતા) ચારગતિના સંજ્ઞી જીવો હોય છે. જે જીવો રર પ્રકૃતિનું સત્તાસ્થાન લઈને ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં ગયેલા હોય ત્યાં સમ્યકત્વ મોહનીયના દલિકો ભોગવીને ક્ષય કરે ત્યારે
૨૧ પ્રકૃતિનું સ્થાન પ્રાપ્ત કરે છે. (૮) ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- સંજ્વલન ૪ કષાય અને ૯ નોકષાય આ
સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં રહેલા મનુષ્યોને જ હોય છે. (૯) ૧૨ પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન કષાય હાસ્યાદિ ૬ પુરૂષવેદ અને
સ્ત્રીવેદ આ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીવાળા જીવોને જ હોય છે. (૧૦) ૧૧ પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન ૪ કષાય-હાસ્યાદિ-૬-પુરૂષવેદ આ
સત્તાસ્થાન ક્ષપકશ્રેણીવાળા જીવોને જ હોય છે. (૧૧) ૫, પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન ૪ કષાય પુરૂષવેદ આ સત્તાસ્થાન
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણસ્થાનકે હોય છે. (૧૨) ૪, પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજવલન કષાય આ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં - ૯મા ગુણસ્થાનકના ૭, મા ભાગે હોય છે. (૧૩) ૩, પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન માન-માયા અને લોભ આ સત્તાસ્થાન
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણસ્થાનકના ૮મા ભાગે હોય છે. (૧૪) ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન :- સંજ્વલન માયા અને લોભ આ સત્તાસ્થાન
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણસ્થાકના ૯મા ભાગે હોય છે. (૧૫) પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન - લોભ આ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં
૧૦માં ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે.
આ રીતે મોહનીકર્મના ૧૫ સત્તાસ્થાનો થાય છે તથા બંધ- ઉદય- અને સત્તાસ્થાનકોના સંવેધ ભાંગાના વિકલ્પો ઘણા થાય છે
મોહનીયના બંધસ્થાને ભાંગા છબ્બાવીસે ચઉ ઈગવીસે
સત્તરસ તેરસે દો દો નવ બંધ વિ દુણિણઉ