________________
ભાગ-૧
તેરસ બારિસ્કારસ
ઈત્તો પંચાઈ એગુણા ૧૪ll સંતસ્સ પડિ ઠાણાણિ,
તાણિ મોહલ્સ હુતિ પત્તરસ - બંધોદય સંત પુણ
ભંગવિગપ્ય બહુ જાણ //પી. ભાવાર્થ :- મોહનીય કર્મના ૧૫ સત્તા સ્થાનો હોય છે. ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧, આ રીતે ૧૫ સત્તાસ્થાનો હોય છે.
બંધ ઉદય અને સત્તાના ભંગ વિકલ્પો ઘણા જાણવા ૫૧૪-૧પ
વિશેષાર્થ :- મોહનીય કર્મના સત્તા સ્થાનોનું વર્ણન-૧૫ સત્તાસ્થાનો હોય છે. (૧) ૨૮ પ્રકૃતિનું સત્તાસ્થાન:- આ સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી
હોય છે. ૨૭ પ્રકૃતિનું સત્તાસ્થાન - સમ્યકત્વ મોહનીય વિના ૨૭ પ્રકૃતિઓ હોય છે. આ સત્તાસ્થાન ૧લા ગુણસ્થાનકે તથા પહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે હોય છે. ૨૬ પ્રકૃતિનું સત્તાસ્થાન :- સમ્યકત્વ મોહનીય-મિશ્રમોહનીય વિના ર૬ પ્રકૃતિઓની સત્તા પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ૨૪ પ્રકૃતિનું સત્તાસ્થાન - અનંતાનુબંધી ૪ કષાયવિના અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - ૯ નોકષાય-૩ દર્શનમોહનીય આ સત્તાસ્થાન ચારેગતિમાં રહેલા જીવોને હોય છે ૨૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય-૯ નોકષાયસમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. આ સત્તાસ્થાન ૮ વર્ષની ઉપરની ઉમરનો મનુષ્ય પહેલા સંઘયણવાળો તીર્થકરના કાળમાં રહેલો ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરતો હોય ત્યારે અનંતાનુબંધી ૪ અને મિથ્યાત્વ વિના ર૩
પ્રકૃતિ હોય છે (૬) ૨૨ પ્રકૃતિનું સત્તાસ્થાન :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય-૯ નોકષાય
સમ્યકત્વ મોહનીય. આ સત્તાસ્થાનની શરૂઆત મનુષ્યગતિમાં ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરતા હોય છે તથા આ સત્તાસ્થાનમાં અર્થાત્ કાળકરી