________________
૧૫૪
કર્મગ્રંથ-૬
એમ કુલ ૫ + ૯ + ૯ + ૫ = ૨૮ સંવેધભાંગા થાય છે.
જીવસ્થાને મોહનીય કર્મના ભાંગા અકસુ પંચસુ એગે,
એગ દુર્ગા દસ ય મોહ બંધ ગએ, તિગ ચઉ નવ ઉદયગએ,
તિગ તિગ પત્તરસ સંતમિ ૪ol. ભાવાર્થ - ૮ - ૫ અને ૧ જીવસ્થાનકને વિષે અનુક્રમે ૧- ૨ - ૨ ૧૦ મોહનીય કર્મના બંધસ્થાનો હોય છે. ૩-૪ અને ૯ ઉદયસ્થાનો હોય છે. ૩ - ૩ અને ૧૫ સત્તાસ્થાનો હોય છે. ૪oll
વિશેષાર્થ - જીવસ્થાનકને વિષે મોહનીય કર્મના સંવેધભાંગાઓનું વર્ણન
૧૪ જીવસ્થાનકને વિષે મોહનીય કર્મના બંધસ્થાનોનું વર્ણન. સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદને વિષે ૧, ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે.
બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અપર્યાપ્તા, અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપા આ ૬ જીવભેદને વિષે મોહનીય કર્મનું ૧, ૨૨ પ્રકૃતિનું બંધ સ્થાન હોય છે. - અત્રે સંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા લબ્ધિઅપર્યાપ્તા જીવો જાણવા, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. આ પાંચ જીવભેદને વિષે મોહનીયકર્મના બે બંધસ્થાન હોય છે. ૨૨ - ૨૧ પ્રકૃતિનું
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને વિષે મોહનીયકર્મના દશેદશ બંધસ્થાનો હોય છે.
૧૪ જીવસ્થાનકને વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનોનું વર્ણન. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદ વિષે મોહનીયકર્મના ૩ ઉદયસ્થાનો હોય છે. (૮ - ૯ - ૧૦) * બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અપર્યાપ્તા, અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપા આ ૬ જીવભેદને વિષે મોહનીય કર્મના ત્રણ ત્રણ ઉદયસ્થાનો હોય છે. (૮ - ૯ - ૧૦)
બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા