________________
- કર્મગ્રંથ-૬
ઉદયસ્થાનકો-સત્તાસ્થાનકો-બંધભાંગા-ઉદયભાંગા-ઉદયપદ-પદવૃંદ તથા સંવેધ ભાંગાનું વર્ણન જણાવેલ છે.
કોઈપણ એક કાલે એકજીવને એક સમયે બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે બંધસ્થાનક કહેવાય છે. '
કોઈપણ એક કાલે એકજીવને એકસમયે વેદતી પ્રકૃતિઓનો સમુદાય તે ઉદયસ્થાનક કહેવાય છે.
કોઈપણ એકકાલે એકજીવને એકસમયે સત્તામાં રહેલી પ્રકૃતિઓનો જે સમુદાય તે સત્તાસ્થાનક કહેવાય છે.
પ્રતિપક્ષી પ્રકૃતિઓનું વિભાગીકરણ કરવા પૂર્વક એક સમયે એકજીવને બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે બંધભાંગ કહેવાય છે.
પ્રતિપક્ષી પ્રકૃતિઓનું વિભાગીકરણ કરવા પૂર્વક એકસમયે એકજીવને વેદાતી પ્રકૃતિઓનો સમુદાય તે ઉદયભાંગા કહેવાય છે.
કોઈપણ એક ચોવીશના કોઈપણ એક ભાંગામાં ઉદયમાં આવેલી પ્રકૃતિઓનો સમુદાય તે ઉદયપદ કહેવાય છે.
ઉદયપદને ૨૪ ગુણા કરીએતો પદવૃન્દ થાય છે
બંધ - ઉદય અને સત્તાસ્થાનોનો સંકલના પૂર્વક વિચાર કરવો તે સંવેધ ભાંગા કહેવાય છે.
કેટલીક પ્રકૃતિઓ બાંધતા, કેટલી પ્રકૃતિઓનું વેદન કરે અથવા કેટલી પ્રકૃતિ બાંધતા, કેટલી પ્રકૃતિ વેદતા, કેટલી પ્રકૃતિના સત્તાસ્થાનો હોય તેના વિકલ્પોને જણાવીએ છીએ.
મૂળ પ્રકૃતિનો બંધોદય સત્તા સંવેધ અવિક સત્ત છબંધસુ
અવ ઉદય સંતંસા ગવિહે તિવિગપ્પો
એગે વિગપ્પો અબંધમિ Iran. ભાવાર્થ :- ૮, ૭, અને છ પ્રકૃતિના બંધને વિષે ૮ કર્મનો ઉદય અને ૮ કર્મની સત્તા હોય છે.
૧ પ્રકૃતિના બંધને વિષે ત્રણ વિકલ્પો હોય છે. તથા અબંધને વિષે ૧. વિકલ્પ હોય છે. આ રીતે કુલ મૂળ કર્મના ૭ વિકલ્પો થાય છે. lal
વિશેષાર્થ:- મૂળ કર્મને વિષે બંધોદયસત્તાનો સંવેધ કહેવાય છે. મૂળ કર્મના બંધસ્થાન ૪ છે