________________
ક્ષ્મગ્રંથ-૪ કરવા વચનયોગ હોય છે.
ઉપયોગ (૨) (૧) કેવલજ્ઞાન અને (૨) કેવલદર્શન. લેશ્યા - ૧. શુકલલેશ્યા,
અલ્પબદુત્વ = અવધિદર્શની જીવો સૌથી થોડા હોય છે. થોડા પણ અસંખ્યાતા હોય છે. કારણ કે દેવતા અને નારકીમાં સમકિતી જીવો અસંખ્યાતા હોય છે. તેના કરતાં ચક્ષુદર્શની જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે જગતમાં સમકિતી જીવો કરતાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો મિથ્યાદ્રષ્ટિ અસંખ્યાતગુણા અધિક હોય છે તથા અસંજ્ઞીપંચેન્દ્રિય અને ચઉરીન્દ્રિય જીવોને પણ ચક્ષુદર્શન હોવાથી અસંખ્યાતગુણા અધિક થઈ શકે છે.
તેના કરતાં કેવલદર્શની જીવો અનંતગુણા અધિક હોય છે. કારણ કે સિદ્ધનાજીવો અનંતા હોય છે.
તેના કરતાં અચક્ષુદર્શની જીવો અનંતગુણા અધિક હોય છે. કારણ કે સિદ્ધનાજીવો કરતાં નિગોદના જીવો અનંતગુણા અધિક હોય છે.
લેશ્યા માર્ગણાને વિષે જીવસ્થાનાદિ દ્વારનું વર્ણન. ૧. કૃષ્ણલેશ્યા = જીવભેદ – ૧૪. ગુણસ્થાનક – ૧ થી ૪ / ૧ થી ૬.
૧. ત્રીજા કર્મગ્રંથની અપેક્ષાએ એક થી ચાર ગુણસ્થાનક હોય છે. આ કર્મગ્રંથની અત્યારે ટીકા મળતી ન હોવાથી તેની અવચૂરિ મળતી હોવાથી અત્રે ચાર ગુણસ્થાનક કેમ કહેવાય છે તેનો ઉલ્લેખ મળતો નથી.
૨. ચોથા કર્મગ્રંથની અપેક્ષાએ ગુણસ્થાનક ૧ થી ૬ હોવાથી. આ કર્મગ્રંથની ટીકા આચાર્ય ભગવંત દેવન્દ્રસૂરિ મહારાજ સાહેબની રચેલી મળે છે. તેમાં ઉલ્લેખ છ ગુણસ્થાનકનો છે. તેથી છ ગુણસ્થાનક કહેલ છે.
યોગ - ૧૫.
(૧) આહારકકાયયોગ અને મિશ્રકાયયોગને વિષે કૃષ્ણલેશ્યા આવવાની સંભાવના હોવાથી કૃષ્ણલેશ્યા આવી શકે છે. માટે કીધેલી છે.
ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. (૧) મન:પર્યાવજ્ઞાનની પ્રાપ્તિ કર્યા બાદ તથા અવધિજ્ઞાનની પ્રાપ્તિ