________________
૫૦
કર્મગ્રંથ-૪ નપુંસકવેદ હોય છે.
ગુણસ્થાનક - ૧ થી ૯. ૧. જન્મ નપુંસક જીવોને એક પહેલું ગુણસ્થાનક હોય છે. ૨. કૃત્રિમ નપુંસક જીવોને ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. યોગ - ૧૫ ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેયા - ૬.
અલ્પબદુત્વ - પુરુષવેદી સૌથી થોડા પણ અસંખ્યાતા હોય છે. કારણ કે દેવ, તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં પુરુષવેદીની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા સંખ્યાતગુણ હીન હોય છે.
તેના કરતાં સ્ત્રીવેદી જીવો સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે તિર્યંચમાં તિર્યંચ પુરુષવેદી કરતાં સ્ત્રીવેદી તિર્યંચો સત્તાવીશગુણી અધિક વત્તા સત્તાવીશ અધિક હોય છે.
મનુષ્યને વિષે પુરુષવેદી મનુષ્યો કરતાં સ્ત્રીવેદી મનુષ્યો ત્રણગુણી અધિક વત્તા ત્રણ અધિક હોય છે.
દેવોને વિષે પુરુષવેદી દેવ કરતાં સ્ત્રીવેદી દેવીઓ બત્રીશગુણી અધિક વત્તા બત્રીશ અધિક હોય છે.
આથી પુરુષવેદી જીવો કરતાં સ્ત્રીવેદી જીવો સંખ્યાતગુણી અધિક ગણાય છે. તેના કરતાં નપુંસકવેદી જીવો અનંતગુણા અધિક હોય છે. કારણ કે નિગોદના જીવો નપુંસકવેદી હોય છે.
ક્યાય માર્ગણાને વિષે અવસ્થાનક આદિનું વર્ણન. (૧) ક્રોધકષાય = જીવભેદ – ૧૪. ગુણસ્થાનક - ૧ થી ૯. યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - . (૨) માનકષાય = જીવભેદ – ૧૪
ગુણસ્થાનક - ૧ થી ૯. યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા – ૬