________________
૪૯
વિવેચન
૧. સંશીઅપર્યાપ્તા ૨. સંજ્ઞીપર્યાપ્તા અથવા ૩. અસંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા અને ૪. અસંક્ષીપંચેન્દ્રિય પર્યાપ્તા સાથે ચાર.
૧. આ માર્ગણાને વિષે અસંક્ષી જીવો જે કહ્યા છે. તે લિંગાકારની અપેક્ષાએ જાણવા. કારણ કે આ જીવોને એક નપુંસકવેદનો જ ઉદય હોય છે. છતાં પણ પોતાના શરીરને વિષે લિંગની અપેક્ષાએ ત્રણે લિંગ હોઈ શકે છે.
યોગ - ૧૩. ૪ મનના, ૪ વચનના, કાર્મણકાયયોગ, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિકાયયોગ.
૧. દેવ, તિર્યંચ અને મનુષ્ય જીવોને વિગ્રહ ગતિમાં સ્ત્રીવેદનો ઉદય હોય છે. ત્યાં કામણકાયયોગ શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી અથવા સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ અને દેવતાને વૈક્રિયમિશકાયયોગ હોય છે.
૨. પર્યાપ્ત જીવોને બાકીના યોગ હોઈ શકે છે.
૩. આ વેદના ઉદયવાળા જીવોને દ્રષ્ટિવાદ ભણવાનો નિષેધ હોવાથી ચૌદ પૂર્વનો અભ્યાસ હોતો નથી તેના કારણે આહારકટિક યોગ હોતો નથી.
ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
આ માર્ગણાને વિષે સાતમા ગુણસ્થાનકે વિશિષ્ટ લબ્ધિઓને પ્રાપ્ત કરીને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. દા.ત. સ્ત્રી તીર્થકર મલ્લિનાથ ભગવાને સંયમને સ્વીકાર કર્યો ત્યારે સાતમા ગુણસ્થાનકે મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. ત્યારથી ચાર જ્ઞાનવાળા મલ્લિનાથ ભગવાન ગણાય છે. આવી રીતે તીર્થકર સિવાય સ્ત્રીવેદી જીવોને સાતમા ગુણસ્થાનકે મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે.
લેશ્યા - ૬. ૩. નપુંસકવેદ માર્ગણા - જીવભેદ – ૧૪.
૧. સંજીવોમાં નારકીને એક નપુંસકવેદ હોય છે. તિર્યંચ અને મનુષ્યને ત્રણે વેદ હોય છે. દેવોને પુરુષ અને સ્ત્રી બે વેદ હોય છે.
૨. અસંજીપંચેન્દ્રિય પર્યાપ્તા સુધીના અસંશી જીવોને નિયમા એક