________________
ર્મગ્રંથ-૪
૪ર
કરતાં પર્યાપ્તા જીવોને હોય છે.
(૩) આહારકમિશ્રકાયયોગ ચૌદ પૂર્વધર મુનિઓ આહારક ડાળ્યેથી આહારકશરીર કરતાં હોય ત્યારે હોય છે.
(૪) ચાર મનના અને ચાર વચનના યોગ સંશીપર્યાપ્તા જીવને
હોય છે.
(૫) અસત્યામૃષાવચનયોગ અસંશી જીવોને પણ હોય છે.
(૬) સમાકિતી જીવોને શાન હોય છે. સર્વવિરતિ જીવોને મન:પર્યવજ્ઞાાન પણ હોઈ શકે છે. ઘાતી કર્મના ક્ષયે જીવોને કેવલજ્ઞાન હોય છે.
(૭) શુભલેશ્યામાં વિદ્યમાન જીવ તથા જ્ઞાનના ઉપયોગમાં વિદ્યમાન જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે.
અલ્પબહુત્વ - પંચેન્દ્રિય જીવો સૌથી થોડા હોય છે. થોડા એટલે અસંખ્યાતા હોય છે. કારણકે ચારે ગતિના સંશી જીવો એક મનુષ્યગતિ સિવાય ત્રણેગતિમાં ભિન્ન ભિન્ન અસંખ્યાતા હોય છે. સંશીમનુષ્ય અસંખ્યાતા હોય છે. અસંશીજીવો તિર્યંચગતિમાં પર્યાપ્તા અને અપર્યામા સદા માટે અસંખ્યાતા હોય છે. અસંશીઅપર્યાપ્તા મનુષ્યો જ્યારે હોય ત્યારે સંખ્યાતા કે અસંખ્યાતા હોઈ શકે છે. આ કારણથી અસંખ્યાતા હોવા છતાં ચઉરીન્દ્રિય આદિ જીવોની અપેક્ષાએ ઘણા થોડા છે.
તેનાથી ચઉરીન્દ્રિય જીવો વૈશેષાધિક હોય છે. કારણકે પંચેન્દ્રિય જીવોના ઉત્પત્તિસ્થાનો જે કહ્યા છે. તે સ્થાનોમાં ચઉરીન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થઈ શકે છે. તથા ગર્ભજ મનુષ્યોના અશુચિ પદાર્થોમાં પણ આ જીવો ઉત્પન્ન થઈ શકે છે. તથા આ જીવોનું આયુષ્ય પંચન્દ્રિય જીવો કરતાં ઓછું હોવાથી વારંવાર ઉત્પત્તિના કારણે વિશેષાધિક હોય છે.
તેનાથી તેઈન્દ્રિય જીવો વિશેષાધિક હોય છે. તેનાથી બેઈન્દ્રિય જીવો વિશેષાધિક હોય છે.
તેનાથી એકેન્દ્રિય જીવો અનંતગુણા અધિક હોય છે. કારણકે નિગોદના જીવો એકેન્દ્રિયમાં ગણાય છે.