________________
વિવેચન
ન હોવાથી આ જીવોને શુભલેશ્યા હોતી નથી.
ચઉરીન્દ્રિય માર્ગણા = જીવભેદ - ૨. (૧) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય (૨) પર્યાપ્તા ચઉરીન્દ્રિય
૪૧
ગુણસ્થાનક = ૨ (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન.
યોગ - ૪ (૧) કાર્મણકાયયોગ (૨) ઔદારિકમિશ્ર (૩) ઔદારિકકાયયોગ અને (૪) અસત્યામૃષાવચનયોગ.
વિગ્રહગતિમાં કાર્યણકાયયોગ હોય ત્યારબાદ જ્યાં સુધી સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય. પર્યાપ્તા જીવને ઔદારિકકાયયોગ અને ભાષા પર્યાપ્ત શરૂ કરે ત્યારથી અસત્યામૃષાવચનયોગ હોય છે.
ઉપયોગ ૪ અથવા ૬ (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન (૪) ચક્ષુદર્શન અથવા (૫) મતિજ્ઞાન (૬) શ્રુતજ્ઞાન સાથે છ. (૧) સિધ્ધાંતના મતે બીજા ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી છ ઉપયોગ હોય છે.
(૨) કાર્મગ્રંથિક મતે બીજા ગુણસ્થાનકે અજ્ઞાન માનેલું હોવાથી ચાર ઉપયોગ હોય છે.
લેશ્યા-૩ (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત.
તિર્યંચ અને મનુષ્યો શુભલેશ્યામાં વિકલેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધતા નથી તેમજ શુભલેશ્યા લઈને વિકલેન્દ્રિયપણામાં ઉત્પન્ન થતાં ન હોવાથી આ જીવોને શુભલેશ્યા હોતી નથી.
પંચેન્દ્રિય માર્ગણા = જીવભેદ - (૪) (૧) અસંજ્ઞીપંચેન્દ્રિયઅપર્યાપ્તા (૨) અસંશીપંચેન્દ્રિયપર્યાપ્તા (૩) સંક્ષીપંચેન્દ્રિયઅપર્યાપ્તા (૪) સંક્ષી પંચેન્દ્રિયપર્યાપ્તા.
-
ગુણસ્થાનક - ૧૪ યોગ ૧૫. ઉપયોગ - ૧૨ લેશ્યા ૬ (૧) અપર્યાપ્તા અવસ્થામાં કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ તેમજ કેવલી સમુદ્દાતમાં આ યોગ હોય છે.
(૨) વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્તા અવસ્થામાં તેમજ ઉત્તરવૈક્રિયશરીર