________________
33
વિવેચન હોય છે. અને બાકીનાં આયુષ્યવાળા જીવોને કૃષ્ણલેશ્યા હોય છે.
(૫) છઠ્ઠી અને સાતમી નારકીમાં કૃષ્ણલેશ્યા હોય છે.
૨. તિર્યંચગતિને વિષે – (૧) જીવસ્થાનક દ્વાર - ચૌદ જીવભેદ હોય છે.
() ગુણસ્થાનક દ્વાર - ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે.
૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન ૩. મિશ્ર ૪. અવિરતિ સમ્યગૃષ્ટિ ૫. દેશવિરતિ.
(૧) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે.
() સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવોને ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે.
(૩) સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કરણ અપર્યાપ્ત જીવોને પહેલું, બીજું અને ચોથું એમ ત્રણ ગુણસ્થાનક હોય છે.
(૪) લબ્ધિ અપર્યાપ્તા જીવોને નિયમાં પહેલું ગુણસ્થાનક હોય છે.
(૫) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચોને વિષે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ત્રણે સમકિત હોય છે.
(૯) સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે ઉપશમ અને લયોપશમ બે સમકિત હોય છે.
૩. યોગ દ્વાર - તેર યોગ હોય છે. ચાર મનનાં, ચાર વચનનાં, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્ર કાયયોગ અને કાશ્મણકાયયોગ.
(૧) સામાન્ય રીતે મોટાભાગના તિર્યંચ જીવોને અસત્યામૃષાવચનયોગ અને અસત્યામૃષામનયોગ હોય છે. પણ ચાર મનના અને ચાર વચનના ભેદ હોતા નથી.
(૨) જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જાતિસ્મરણવાળા હોય અને પૂર્વ ભવનું જોતાં પૂર્વનું એટલે આગલા ભવનું ભણેલું જ્ઞાન યાદ આવી જાય અથવા સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવા જીવોને ચાર મનના અને ચાર વચનના યોગ