________________
3ર
કર્મગ્રંથ-૪ વૈક્રિયકાયયોગ હોય છે.
(૩) આ જીવો પર્યાપ્ત થયા બાદ ઉત્તર વૈક્રિયશરીર કરે ત્યારે વૈક્રિયકાયયોગ હોય છે.
૪. ઉપયોગ દ્વાર - નવ ઉપયોગ હોય છે. ૧. મતિઅજ્ઞાન ૨. શ્રુતઅજ્ઞાન ૩. વિભંગશાન ૪. મતિજ્ઞાન ૫. શ્રુતજ્ઞાન ૬. અવધિજ્ઞાન ૭. ચક્ષુદર્શન ૮. અચક્ષુદર્શન ૯. અવધિદર્શન.
(૧) ૧લા ગુણસ્થાનકે આ જીવોને ત્રણ સ્થાન અને ચક્ષુ - અચકું બે દર્શન એમ પાંચ ઉપયોગ હોય છે.
(૨) બીજા ગુણસ્થાનકે ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે.
(૩) ત્રીજા ગુણસ્થાનકે ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન એમ. નવ અથવા ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન અને બે દર્શન એમ આઠ ઉપયોગ પણ હોય છે.
૧. જે જીવો આ ગુણસ્થાનકે મિથ્યાત્વની સન્મુખ રહેલા હોય તેને ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે. અને સમ્યકત્વ સન્મુખ હોય તો ત્રણ જ્ઞાન અને બે દર્શન અથવા ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અને પાંચ અથવા છ ઉપયોગ હોય છે.
૨. સિદ્ધાંતના મતે અવધિદર્શન ત્રીજા ગુણસ્થાનકથી માનેલું હોવાથી ત્રીજા ગુણસ્થાનકે પણ અવધિદર્શન હોય છે.
(૪) ચોથા ગુણસ્થાનકે જ ઉપયોગ હોય છે. ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન.
૫. વેશ્યા દ્વાર - આ જીવોને કૃષ્ણ, નીલ અને કાપોત ત્રણ લેશ્યા હોય છે.
(૧) ૧લી અને રજી નારકીને વિષે કાપોતલેશ્યા હોય છે.
(૨) ૩જી નારકીને વિષે જઘન્ય આયુષ્ય + પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ જેટલા અધિક આયુષ્ય વાળા જીવોને કાપોતલેશ્યા હોય છે, બાકીના આયુષ્યવાળા જીવોને નીલલેશ્યા હોય છે.
(૩) ચોથી નારકીમાં રહેલા જીવોને નીલલેશ્યા હોય છે. (૪) પાંચમી નારકમાં રહેલા જીવોને જઘન્ય આયુષ્ય સુધી નીલલેશ્યા