________________
૧૦.
કર્મગ્રંથ-૪ ગુફલલેશ્યા ૧૮. પુરુષવેદ ૧૯. સ્ત્રીવેદ ૨૦. નપુંસકવેદ ૨૧. મિથ્યાત્વ.
૫. પારિણામિકભાવના ત્રણ ભેદ – ૧. જીવત્વ ૨. ભવ્ય ૩. અભવ્યત્વ.
૬. સંખ્યાતાદિનાં નામો – સંખ્યાતા ત્રણ છે. ૧. જઘન્ય સંખ્યા, ૨. મધ્યમ સંખ્યા, ૩. ઉત્કૃષ્ટ સંખ્યાતુ. અસંખ્યાતા નવ છે – ૧. જઘન્ય પરિત્ત અસંખ્યાતુ ૨. મધ્યમ પરિત અસંખ્યાતુ ૩. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ ૪. જઘન્ય યુક્ત અસંખ્યાતુ ૫. મધ્યમ યુક્ત અસંખ્યાતુ ૬. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ ૭. જઘન્ય અસંખ્યાતુ અસંખ્યાતુ ૮. મધ્યમ અસંખ્યાતુ અસંખ્યાતુ ૯. ઉત્કૃષ્ટ અસંખ્યાતુ અસંખ્યાતુ. અનંતાનાં નવ ભેદ – ૧. જઘન્ય પરિત અનંતુ ૨. મધ્યમ પરિત અનંતુ ૩. ઉત્કૃષ્ટ પરિત અનંતુ ૪. જઘન્ય યુક્ત અનંત પ. મધ્યમ યુક્ત અનંતુ ૬. ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ ૭. જઘન્ય અનંતા અનંતુ ૮. મધ્યમ અનંતા અનંતુ ૯. ઉત્કૃષ્ટ અનંતા અનંત. (૧) ચૌદ જીવસ્થાનને વિષે ગુણસ્થાનનું વર્ણન
(૧) સુક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય, બાદર પર્યાપ્તા એકન્દ્રિય, બેઈન્દ્રિય પર્યાપ્તા, તે ઈન્દ્રિય પર્યાપ્તા, ચઉરીન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા, આ સાત જીવભેદને વિષે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
(૨) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય અપર્યાપ્તા, ઈન્દ્રિય અપર્યાપ્તા, ચઉરીન્દ્રિય અપર્યાપ્તા, અસંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્ત આ પાંચ જીવભેદને વિષે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક અને બીજું સાસ્વાદન ગુણસ્થાનક એમ બે ગુણસ્થાનક હોય છે.
બીજું સાસ્વાદન ગુણસ્થાનક કરણ અપર્યાપ્ત જીવોને જ હોય છે. અને તે બીજી ગતિમાંથી બીજું ગુણસ્થાનક લઈને કાળ કરીને આમાં ઉત્પન્ન થતો હોય ત્યારે શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી જ આ ગુણસ્થાનક હોય છે. ત્યાર પછીના કાળમાં એટલે કે શરીર પર્યાપ્ત પછીના કાળમાં નિયમો પહેલું ગુણસ્થાન જ હોય છે. તથા લબ્ધિ અપર્યાપ્તા જીવોને નિયમાં પહેલું ગુણસ્તાનક જ હોય છે.