________________
કર્મગ્રંથ - ૪ પરિણામિક એ પાંચ ભાવો છે તેના અનુક્રમે ૨-૯-૧૮-૨૧-૩ ભેદો છે તથા સાન્નિપાતિભાવ છદ્દો છે. પહેલાભાવના સમકિત અને ચારિત્ર એ બે ભેદો છે. || ૬૭ ||
બી કેવલ જુઅલ સમ્મ દાણાઈ લધ્ધિ પણ ચરણે / તઈએ સેસુવઓગા પણલધ્ધિ સમ્મવિરઈ દુર્ગ / ૬૮ |
ભાવાર્થ - બીજાભાવના કેવલબ્લિક – ક્ષાયિકસમકિત દાનાદિ પાંચ લબ્ધિ તથા ક્ષાયિક ચારિત્ર આ ભેદે હોય છે. ત્રીજા ભાવમાં બાકીના દશ ઉપયોગો પાંચ દાનાદિલબ્ધિઓ સમ્યક્ત તથા બે વિરતિઓ સાથે અઢાર ભેદો થાય છે. || ૬૮ છે.
અન્નાણમ સિધ્ધત્તા સંજય લેસા કસાય ગઈ તેયા | મિચ્છે તુરિએ ભવા ભવત્ત જિયત પરિણામે // ૬૯ છે.
ભાવાર્થ – અક્ષાન, અસિદ્ધપણું, અસંયમ, છલેશ્યા, ચારકષાય, ચાર ગતિ, ત્રણવેદ અને મિથ્યાતત્વ આ એકવીશ ચોથા ઔદયિકભાવના ભેદો છે. ભવ્યત્વ અભવ્યત્વ તથા જીવત્વ એ ત્રણ પારિણામિકભાવના ભેદો જાણવા. / ૬૯ ||
ચલ ચલે ગઈસુ મીસગ પરિણામુદએહિં ચ સખઈએ હિ ! ઉવસમજુએહિ વા ચલે, કેવલી પરિણામુદય ખઈએ / ૭૦ || ખય પરિણામિ સિદ્ધા નરાણપણ જોગવસમ સેઢીએ ! ઈય પનર સસિવાય ભેયા વસં અસંભવિણો || ૭૧ /
ભાવાર્થ - ચાર ચાર ગતિને વિષે ક્ષયોપશમ - પારિણામિક – ઔદયિક આ ત્રીક ભાંગો હોય. ક્ષાયિક સાથે ચતુઃસંયોગી અથવા ઉપશમ સહિત ચતુ સંયોગી ચાર ગતિને વિષે હોય. ક્ષાયિક – ઔદયિક – પારિણામિક કેવલીને વિષે હોય. ક્ષાયિક – પારિણામિક સિદ્ધ ભગવંતોને હોય. મનુષ્યોને ઉપશમ શ્રેણિમાં પાંચેભાવનો ભાંગો હોય. આ પંદર ભાંગા સાન્નિપાતિકભાવના હોય બાકીના વીશ બાંગા અસંભવિત હોય છે. જે ૭૦ || ૭૧ છે.
મોહે વ સમો મીસો ચઉ ધોઈસુ અટ્ટકમ્મસુ ય સેસા / ધમ્માઈ પારિણામિયભાવે ખંધા ઉદઈ એ વિ . ૭૨