________________
૧૬૧
વિવેચન
ભાવાર્થ – તિર્યંચને વિષે પાંચ, દેવ અને નરકને વિષે ચાર, મનુષ્ય, સંશી, પંચેન્દ્રિય, ભવ્ય, ત્રસ ને વિષે બધા, એકેન્દ્રિય, વિકલેજિય, પૃથ્વી, પાણી, વનસ્પતિને વિષે બે, તેઉકાય, વાઉકાય, અભવ્યને વિષે એક, ત્રણ વેદ, ત્રણ કષાયને વિષે નવ, લોભને વિષે દશ, અવિરતિને વિષે ચાર, અજ્ઞાનત્રિકમાં બે અથવા ત્રણ, ચક્ષુ, અચક્ષુદર્શનમાં બાર, યથાખ્યાતમાં છેલ્લા ચાર, મન:પર્યવાનને વિષે છ થી બાર સામાયિક અને છેદપસ્થાપનીયને વિષે છ થી નવ, પરિહારવિશુદ્ધિને વિષે છે અને સાત, કેવલદ્ધિકને વિષે છેલ્લા બે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિકિકને વિષે ચારથી બાર, ઉપશમને વિષે ચારથી અગ્યાર, ક્ષયોપશમને વિષે ચારથી સાત, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ અને સૂક્ષ્મસંપરાય પોતપોતાનું, આહારી, શુફલલેશ્યા અને ત્રણ યોગને વિષે એકથી તેર, અસંશીને વિષે પહેલું, બીજું, પહેલી ત્રણ વેશ્યાને વિષે એક થી છ, તેજો, પદ્મને વિષે ૧ થી ૭, અણાહારીને વિષે પહેલું, બીજું, ચોથું, તેરમું, અને ચૌદમું ગુણસ્થાનક હોય છે. તે ૨૨ થી ૨૬ |
સચ્ચરઅર મીસ અસચ્ચ, મોસ મણ વય વિવિઆહારા ! ઉરલ મીસા કમ્મણ, ઈઅ જોગા કર્મો અણહારે. // ૨૭ In
ભાવાર્થ – સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યામૃષા, ચારમનના, ચાર વચનના, વૈક્રિય, આહારક, ઔદારિક તથા તે ત્રણના મિશ્ર અને કાર્મણકાયયોગ એમ પંદર યોગ હોય છે. અન્નાહારીને વિષે કાર્મણકાયયોગ હોય છે.
નરગઈ પશિંદિતસ તણુ, અચકખું નર નપુ કસાય સમ્મદુગે ! સ િછલેસા - હારગ, ભવ મઈ સુઅ ઓહિ દુગિ સવે. || ૨૮ |
ભાવાર્થ - મનુષ્યગતિ, પંચેદન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ક્રોધ – માન – માયા - લોભ - ક્ષાયિક - ક્ષયોપશમ સમકિત સંશી, ૬ વેશ્યા, આહારી, ભવ્ય, મતિ - શ્રુત - અવધિજ્ઞાન - અવધિદર્શન - અચક્ષુદર્શન આ ૨૬ માર્ગણાને વિષે પંદર યોગ હોય.
તિરિ ઈન્થિ અજય સાસણ અનાણ ઉવશમ અભવ્ય મિચ્છેસુ.