________________
૬૧
કર્મગ્રંથ - ૩ (૧૫) કાર્પણ કાયયોગ
અસત્ય મનયોગ, સત્યાસત્ય મનયોગ, અસત્ય વચનયોગ, સત્યાસત્ય વચનયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન :
આ જીવોને ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિ બંધાય છે. ૧લે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજે ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જે ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થે ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમે ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠે ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમે ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૨જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે.
સત્ય મનયોગ, અસત્યામૃષા મનયોગ, સત્ય વચનયોગ, અસત્યામૃષા વચનયોગને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન :
ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.