________________
કર્મગ્રંથ - ૩
$
ફર્મગ્રંથ ૩
$
$
)
સ્જી
બંધસ્વામિત્વ - બીજા કર્મગ્રંથને વિષે જીવોને ગુણની પ્રાપ્તિની અપેક્ષાએ ૧૪ ભેદ જણાવી તેને વિષે બંધ, ઉદય, ઉદીરણાને સત્તા પ્રકૃતિઓનું વર્ણન કર્યું તેમ આ કર્મગ્રંથને વિષે વિશેષ ક્ષયોપશમભાવ પ્રાપ્ત કરવા માટે જીવોના માર્ગણારૂપ મૂળ ૧૪ ભેદ અને તેના ઉત્તરભેદ - ૬ર માર્ગણાને વિષે કઈ કઈ માર્ગણાવાળા જીવો કેટલી કેટલી પ્રકૃતિઓનો બંધ પ્રાપ્ત કરીને સ્વામીપણું પ્રાપ્ત કરે છે તેનું વર્ણન આ કર્મગ્રંથને વિષે કહેવાશે.
પહેલું. નરકગતિને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન.
૧ થી ૩ નરકને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો મરીને નિયમો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યો અને તિર્યંચો તે પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા રૂપે ઉત્પન્ન થાય છે. તેથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ, દેવ ને નારક થતા નથી તેના કારણે ભવપ્રત્યયથીજ ૧૯ પ્રકૃતિઓનો બંધ કરતા નથી.
આયુષ્યની ૨ ને નામની ૧૭. ' આયુષ્યની ૨માં નરકાયુષ્ય - દેવાયુષ્ય. નામની ૧૭માં પિડપ્રકૃતિ-૧૨, પ્રત્યેક ૧, સ્થાવર ૪.
પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
પ્રત્યેક - ૧. આતપ. સ્થાવર - ૪. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
ઓઘે આ જીવોને ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય- દર્શનાવરણીય- વેદનીય- મોહનીય- આયુષ્ય- નામ- ગોત્ર- અંતરાય
૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ =૧૦૧ મોહનીય ૨૬ = મિથ્યાત્વ, ૧૬ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ. નામ ૫૦ = પિંડપ્રકૃતિ - ૨૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર – ૬. પિંડપ્રકૃતિ - ૨૭ = મનુષ્યગતિ. તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક