________________
૪૧
કર્મગ્રંથ - ૩ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને અવધિદર્શન માર્ગણાને વિષે બંધપકૃતિઓનું વર્ણન :
આ માર્ગણાવાળા જીવોને ૪ થી ૧૨ ગુણસ્થાનક હોય છે.
ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય-મોહનીય. આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૨ ૩૯ ૧ ૫ = ૭૯
નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિડપ્રકૃતિ ૨૦ = મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય-દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ.
૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭મા ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૧૦માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિઓ બંધાય છે. મન:પર્યવજ્ઞાન માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ૬ થી ૧૨ ગુણ હોય છે.
ઓઘે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીયા-મીહનીય. આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૬ - ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ = ૬૫