________________
વિવેચન
દર્શના. ૩ = ક્ષિણધ્ધત્રિક. મોહનીય ૫ = અનંતાનુ, ૪ કષાય - સ્ત્રીવેદ, આયુષ્ય ૨ = તિર્યંચાયુ - મનુષ્યાયુ. નામ ૨૦. પિંડપ્રકૃતિ ૧૬, પ્રત્યેક ૧, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૬ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ. મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર – અનાદેય. આયુષ્ય ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે. ગોત્ર ૧ = નીચગોત્ર.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ:- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૧ ૧ ૫ = ૬૯
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૧ = પિડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તૈજસ, કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ.
પ્રત્યેક પ = પરાઘાત - ઉચ્છવાસ – અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે ૨ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = દેવાયુ નામ ૧ = જિનનામ.
ચોથા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૨ ૧ ૫ = ૭૧