________________
૭૬
કર્મગ્રંથ-૨ વિવેચન મોહનીય - ૧૮ = પ્રત્યાખ્યાનીય ૮ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ - સમ્યત્વ મોહનીય
આયુષ્ય - ૨ = તિર્યંચાયુષ્ય - મનુબાયુષ્ય નામ - ૪૪ = પિંડ પ્રકૃતિ ૨૫ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૩ =જ
પિંડ પ્રકૃતિ - ૨૫ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિક શરીર - તેજસ શરીર - કામણ શરીર - ઔદારિક અંગોપાંગ - ૬ સંઘયણ ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૨ વિહાયોગતિ.
પ્રત્યેક - ૬ = પરાઘાત - ઉશ્વાસ - ઉધોત - અગુરૂ લઘુ. નિર્માણ - ઉપઘાત.
સ્થાવર - ૩ = અસ્થિર - અશુભ - દુસ્વર. પાંચમાં ગુણસ્થાનકના અંતે આઠ પ્રકૃતિને અંત થાય. બે દાખલ થાય. મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૪ ૧ ૨ ૧ = ૮ નો અંત મોહનીય - ૪ = પ્રત્યાખ્યાનીય ૪ કષાય આયુષ્ય - ૧ = તિર્યંચાયુષ્ય નામ - ૨ તિર્યંચગતિ - ઉદ્યોતનામ ગોત્ર - ૧ નીચ ગોત્ર નામની ૨ પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ - ૨ = પિંડપ્રકૃતિ - ૨, આહારકશરીર - આહારક અંગોપાંગ
તિર્યંચ જીવોને પાંચ ગુણસ્થાનક હોવાથી, આગળના ગુણસ્થાનકો ન હોવાથી તિર્યંચ લાયક પ્રકૃતિનો અંત થાય છે.
પાંચમા ગુણસ્થાનકે નીચ ગોત્રનો ઉદય તિર્યંચ જીવોને આશ્રયીને લીધો છે એમ જણાય છે. બાકી મનુષ્યોને વતાદિ ગ્રહણ કરતા, જીવોના અંતરમાં અહોભાવ આદિ પેદા થતો હોવાથી ઉચ્ચ ગોત્રનો ઉદય ગણાય છે. તથા ચૌદ પૂર્વધરો લબ્ધિ ફોરવે એટલે લબ્ધિનો ઉપયોગ કરે તે પ્રમાદ ગાણાતો હોવાથી આહારક શરીર આદિ પ્રમત્ત ગુણસ્થાનકે દાખલ થાય છે.
પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકે - ૮૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.