________________
Go
કર્મગ્રંથ-૨ વિવેચન ૩. નિદ્રાનિદ્રા - પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ આ ત્રણનો ૧ થી ૬ ગુણસ્થાનક સુધી ઉદય હોય.
૪. શાતાદનીય-ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૫. અશાતા વેદનીય-ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે.
૬. વેદનીયની બન્ને પ્રકૃતિઓમાંથી કોઈપણ એકનો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. એટલે તેરમાના અંતે અંત થાય છે.
૭. ઉચ્ચ ગોત્ર - ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૮. નીચગોત્ર - ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૯. નરકાયુષ્ય - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૦. તિર્યંચાયુષ્ય - ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૧. મનુષ્પાયુષ્ય - ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૨. દેવાયુષ્ય - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૩. મિથ્યાત્વ-૧લા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૪. મિશ્રનો ઉદય માત્ર ૩જે ગુણસ્થાનકે જ હોય. ૧૫. સમ્યકત્વ મોહનીય-ઉદય ૪ થી ૭ ગુણસ્થાનક સુધી હોય. ૧૬. અનંતાનુબંધિ ૪ કષાય-૧ અને ૨ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૭. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય-૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદય હોય. ૧૮. પ્રત્યાખ્યાનીય ૪ કષાય-૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદય હોય. ૧૯. હાસ્યાદિ ૬-૧ થી ૮ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય.
૨૦. સંજવલન કોધ-માન-માયા-પુરુષવેદ-સ્ત્રીવેદનપુંસકવેદ આ છે ૧ થી ૯ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
૨૧. સંજવલન લોભ- ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૨૨. નરકાનુપૂર્વી - ૧ અને ૪ ગુણસ્થાનકે ઉદયમાં હોય. ૨૩. તિર્યંચાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી - ૧ - ૨ અને ૪ ગુણસ્થાનકે ઉદયમાં હોય. ૨૪. એકેન્દ્રિયાદિ ૪ જાતિ - ૧ અને ૨ ગુણસ્થાનકે ઉદયમાં હોય.
૨૫. નરકગતિ - દેવગતિ - વૈકિયશરીર - વૈકિયઅંગોપાંગ - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય.
૨૬. તિર્યંચગતિ ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય.