________________
૩૫
કર્મગ્રંથ-૨ વિવેચના
આ ગુગથાનકે ક્ષયોપશમ ભાવે જ્ઞાન-દર્શન-ચારિત્રનો-એકાકાર થયેલો પરિણામ હોય છે એટલે કે જેટલું જાણે છે એટલાની જ શ્રદ્ધા હોય છે. એટલે કે આદરે છે. તથા એટલાનું જ બરાબર પાલન હોય છે.
મોક્ષમાં રહેલા જીવને જ્ઞાન-દર્શન અને ચારિત્રનો એકાકાર પરિણામ ક્ષાયિક ભાવે હોય છે જ્યારે આ ગાગસુથાનકે ક્ષયોપશમ ભાવે હોય છે એટલે મોક્ષના સુખની સાક્ષાત આંશિક અનુભૂતિ થયેલી કહેવાય છે. આ કારણે સંસાર પ્રત્યે દ્વેષ હોતો નથી અને મોક્ષ પ્રત્યે રાગ પણ પેદા થતો નથી બન્ને તરફ સમાન કક્ષા હોય છે.
આ ગુણસ્થાનકનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટથી એક અંતરમુહૂર્ત હોય છે. (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ ગુણસ્થાનક :
સંસારમાં કોઈ કાળે હજુ સુધી વિશુદ્ધતર અધ્યવસાય પ્રાપ્ત થયો નથી એવો વિશુધ્ધતર અધ્યવસાય પ્રાપ્ત થાય તે અપૂર્વકરાણ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં અધ્યવસાયોની કમસર અનંતગણ અનંતગણ વિશુદ્ધિ હોય છે તેના પ્રતાપે પૂર્વે પ્રાપ્ત નહિં થયેલા એવા ૫ પ્રકારના (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) અપૂર્વ સ્થિતિબંધ (૪) ગુણશ્રેણી (૫) ગુણસંક્રમ પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાનકમાં અસંખ્યાતા અધ્યાવસાય સ્થાનો હોય છે. એકસાથે ચડેલા જીવોમાં અધ્યવસાયપાણાનું જુદાપણું ૬ સ્થાનવાળું હોય છે. માટે આ ગુણસ્થાનકને નિવૃત્તિગુણસ્થાનક કહેવાય છે. (નિવૃત્તિ એટલે ફેરફારી)
વૃદ્ધિના ૬ સ્થાનોના નામ : (૧) અનંતભાગ વૃદ્ધિ. (૪) સંખ્યાતગુણવૃદ્ધિ. (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ. (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ. (૩) સંખ્યાતભાગવૃદ્ધિ. (૬) અનંતગાગવૃદ્ધિ.
એજ રીતે હાનીના ૬ સ્થાનોના નામ (૧)
અનંતભાગહીન. (૪) સંખ્યાતગુણહિન. (૨) અસંખ્યાતભાગહીન. (૫) અસંખ્યાતગુણહિન.
(૩) સંખ્યાતભાગહીન. (૬) અનંતગુણદિન. આ ગુણસ્થાનકે ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓની ઉપશમના કરનાર જીવોને ઉપશામક કહેવાય છે તથા ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરનાર જીવોને ભપક જીવો કહેવાય છે.