________________
નિવેદન ) કર્મગ્રંથ-૨ માં કર્મની કેટલી પ્રકૃતિઓ બંધમાં-ઉદયમાં ૨ ઉદીરણામાં તેમજ સત્તામાં હોય છે તે બતાવવા સાથે કયા ગુણસ્થાનકે કેટલી બંધાય, કેટલી ઉદયમાં હોય-કેટલી ઉદીરણા તથા સત્તામાં હોય તે બતાવવા માટે પહેલાં ચૌદ ગુણસ્થાનકનું વર્ણન કરવામાં આવે છે અને તેમાં પ્રકૃતિઓનો જે રીતે હ્રાસ થાય છે તેની સમજ સરળતાપૂર્વક પ.પૂ. આચાર્યશ્રી નરવાહનસૂરિ મહારાજે તૈયાર કરી આપેલ છે કે જેથી અભ્યાસી વધુ સારી રીતે અને ઓછા શ્રમે તેને ઝીલી શકે.
આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ સૂત્રોની બોલીની રકમમાંથી શ્રીપાળનગરની આરાધક બહેનોએ લીધેલ છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ
-: સૂચના :આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન-જ્ઞાન-ભંડારોની જાળવણી-પૂજય સાધુ સાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શક્ય ન હોય અને જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાનભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે ગૃહસ્થોએ એ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય શ્રી જ્ઞાન ખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાન ખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય.