________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૩૩ (૪) પોતે મૈથુન સેવે નહિં કોઈની પાસે સેવરાવે નહિં અને જે કોઈ સેવતો હોય તેની અનુમોદના કરે નહિ. મન-વચન-કાયાથી જાણવું.
(૫) પોતે પરિગ્રહ રાખે નહિ, કોઈની પાસે રખાવે નહિ રાખનારને સારા માને નહિ અર્થાત તેની અનુમોદના કરે નહિ. મન-વચન-કાયાથી જાણવું.
(૬) પોતે રાત્રિ ભોજન કરે ન કોઈની પાસે કરાવે નહિ, કરતો હોય તેની અનુમોદના કરે નહિ. મન-વચન-કાયાથી જાગવું.
આ રીતે સર્વસાવધ વ્યાપારના પચ્ચકખાણ હોવા છતાં પ્રબળ સંજવલન કષાયના ઉદયથી ૫ પ્રકારના પ્રમાદ (મા-વિષય-કષાય-વિકથા-નિદ્રા) ના ઉત્તરભેદો, એનો ગુણાકાર કરતાં ૩૭,૫૦૦ વિકલ્પો થાય છે તેમાંના કોઈપણ વિકલ્પથી પોતાના સંયમને વિષે સિદાય છે. અને કિલષ્ટ પરિણામવાળા પણ બને છે તેથી આ ગુણસ્થાનકને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનકે પ્રમાદના કારણે આર્તધ્યાન આવવાની શકયતા છે, પણ રૌદ્રધ્યાન આવતું નથી, મતાંતરે કવચિત રૌદ્રધ્યાન પણ હોઈ શકે છે તેમ કહે છે તથા ધર્મધ્યાનના સંકલ્પ વિકલ્પ રૂપ વિચારો સંયમની વિશુદ્ધિના કારણે સ્થિરતા અને પ્રસન્નતા પૂર્વકના હોય છે, પણ ધર્મધ્યાન હોતું નથી.
આ ગુણસ્થાનકમાં રહેલા જીવો પમા ગાગસ્તાનકે સાતે કર્મનો જેટલો સ્થિતિબંધ કરે છે તેના કરતાં સંખ્યાતા સાગરોપમ જેટલો સ્થિતિબંધ ઓછો કરે છે તથા આ ગુણસ્થાનકે ત્રાગે પ્રકારના સમકિત હોઈ શકે છે.
અત્રે જાણવું - આદરવું અને પાળવું- એ ત્રણે વિકલ્પો તથા ન જાણવું ન આદરવું તથા ન પાળવું એ ત્રણે વિકલ્પોના કુલ ૮ વિકલ્પો થાય છે તે આ પ્રમાણે
(૧) જાગતો નથી - ગ્રહણ કરતો નથી - પાલન કરતો નથી આમાં સર્વસામાન્ય જીવો હોઈ શકે છે.
(૨) જાગતો નથી - ગ્રહણ કરતો નથી - પાલન (આદરવું) કરે છે અજ્ઞાન અને તપસ્વી જીવો આ ભાંગામાં આવે છે.
(૩) જાણતો નથી - ગ્રહણ કરે છે - પાલન કરતો નથી પાસત્યાદિ જીવો આ ભાંગામાં હોય છે.
(૪) જાગતો નથી - ગ્રહણ કરે છે - પાલન કરે છે આમાં અગીતાર્થ શ્રાવક અને મુનિઓ આવે છે.