________________
૩૧
કર્મગ્રંથ-૨ વિવેચન
(૧) કયારે હું બાહ્ય-અત્યંતર પરિગ્રહનો (અધિક અથવા ઓછામાં ઓછો) ત્યાગ કરીશ. (૨) ક્યારે હું ગૃહસ્થવાસને છોડીને આણગારપાળું - સાધુપણું અંગીકાર કરીશ. (૩) કયારે હું અંતકાળે આરાધના પૂર્વક સમાધિમરણને પ્રાપ્ત કરીશ. ૪થા ગુણસ્થાનકે રહેલો જીવ સાતે કર્મની જેટલી સ્થિતિ (અંત: કોટાકોટી સાગરોપમ) બાંધે તેના કરતાં પલ્યોપમ પૃથકત્ત્વ સાગરોપમ ઓછી સ્થિતિ આ ગુણસ્થાનકે બંધાય છે.
અનુપયોગથી પરિણામના નિમિતે જેઓ પાંચમા ગુણસ્થાનકથી ૪ થા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે - ૬ઠ્ઠા ગુણસ્થાનકથી ૫ મે આવે, અને છઠ્ઠાથી પાંચમે આવેલાં ૪થા ગુણસ્થાનકે આવે તથા અનુપયોગથી પરિણામના નિમિત્તે થી પાંચમે આવતાં, ૪ થી ૫ અને ૬ આવતાં આવા ગમનાગમનમાં જીવ યથાપ્રવૃત્તકરણ આદિ કરાર કર્યા વિના આવે છે, પણ જે ઉપયોગપૂર્વક, ગુણનો નાશ કરવા પૂર્વક પડ્યા હોય તો ફરીથી ગુણ પ્રાપ્ત કરતાં એટલે કે દેશવિરતિ-સર્વવિરતિ-ગુણ પ્રાપ્ત કરતાં યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ આ બે કરણ કરવા પડે છે.
આ ગુણસ્થાનક સંખ્યા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો અને તિર્યંચોને હોય છે. આ ગુણસ્થાનકે મનુષ્યોને ત્રણે પ્રકારના સમકિતમાંથી કોઈપણ સમકિત હોઈ શકે છે. જ્યારે તિર્યંચોને ક્ષયોપશમ સમકિત જ હોય છે. કવચિત કોઈક જીવોને ઉપશમ સમકિત પામતાની સાથે દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય તેના કારણે ઉપશમ સમકિત પણ હોઈ શકે છે પણ સાયિક સમકિત કોઈ કાળે હોતું નથી.
(૬) પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક : ચોથા અવિરતિ ગુણસ્થાનકે રહેલો જીવ બે કરણ કરીને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકને પામે તથા કોઈ વિશુદ્ધિની અધિકતાથી આ ગામસ્થાનકને પામે છે. પાંચમા ગાગસ્થાનકમાં રહેલો જીવ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરાળ વડે પ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમભાવ પ્રાપ્ત કરે ત્યારે ૬ઠા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે.
પાંચમા ગુણસ્થાનકમાં સાતે કર્મની સ્થિતિ સત્તા જેટલી રહેલી હોય છે તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવ આ ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકમાં ૧૨ પ્રકારની અવિરતિનો સર્વથા એટલે કે કરવા - કરાવવા અનુમોદવા રૂપે મનવચનકાયાથી ત્યાગ હોય છે.