________________
૨૮
કર્મગ્રંથ-૨ વિવેચના
આ સામાયિક નિરંતર પ્રતિપત્તી જધન્ય ૨ સમય, અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ પ્રતિપની વિરહકાળ જધન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૭ દિવસ. આ સામાયિક કેટલા ભવ સુધી પ્રાપ્ત થાય અગર રહે - જઘન્યથી એક ભવ ઉત્કૃષ્ટથી અનંતા ભવ (અભવિજીવો પ્રાપ્ત કરી શકે છે માટે)
(૨) સમકિત સામાયિક : શુદ્ધ સમકિતનું પાલન એટલે નિરતિચાર સમકિતનું પાલન કરવું તે
નિરંતર પ્રતિપત્તીકાળ જઘન્ય ૨ સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. પ્રતિપત્તી વિરહકાળ જધન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૭ દિવસ, ભવ જઘન્ય એક ભવ ઉત્કૃષ્ટક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
(૩) દેશવિરતિ સામાયિક : દેશવિરતિ સામાયિક એટલે બે ઘડીનું સામાયિક કરવું તે. એટલે બે ઘડી સુધી આત્માને સમતાભાવમાં રાખવો તે - નિરંતર પ્રતિપત્તીકાળ - જઘન્યથી ૨ સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ. પ્રતિપત્તી વિરહકાળ જધન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, ભવ - જઘન્યથી ૧ ભવ ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ જાણવો.
(૪) સર્વવિરતિ સામાયિક : જાવજજીવ સુધી સમતા ભાવમાં રહેવું તે - નિરંતર પ્રતિપત્તીકાળ જઘન્ય ૨ સમય, ઉત્કૃષ્ટ ૮ સમય, પ્રતિપત્તી વિરહકાળ જઘન્ય ૩ સમય ઉત્કૃષ્ટથી ૧ માસ, ભવ-જઘન્ય ૧ ભવ તથા ઉત્કૃષ્ટ ૮ ભવ.
આકર્ષ એટલે ગુણ પ્રાપ્ત કર્યા બાદ તે ગુણ નાશ પામે ફરીથી પાછી ગુણ પ્રાપ્તિ થાય એવું વારંવાર જે થયા કરે છે. અથવા એક ભવમાં અથવા આખા ભવચકને આશ્રયી કેટલીવાર ગુણ આવે અને જાય તેની જે વિચારણા તે આકર્ષ કહેવાય છે.
(૧) શ્રત સામાયિકના આક: ૧. ભવઆશ્રયી સહસ્ત્ર પૃથફત્વ (૨હજાર થી ૯ હજાર આકર્ષો થાય) ભવચક આશ્રયી અનંતીવાર
(૨) સમકિત સામાયિક અને (૨) દેશવિરતિ સામાયિકના આકષ : ૧ ભવ આશ્રયી સહસ્ત્ર પૃથકત્વ (૨ હજાર થી ૯ હજાર) હોય. ભવચક આશ્રયી અસંખ્ય હજારોવાર આકષ થાય.
(૪) સર્વવિરતિ સામાયિક : એક ભવ આશ્રયી સત્ પૃથકત્વ (૨૦ થી ૯૦૦ વાર આકર્યો હોય) ભવચક આશ્રયી સહસ્ત્ર પૃથકત્ત્વ (૨થી ૯ હજાર) આકર્ષો હોય છે.
દેશાવગાશિકવ્રત : આ વ્રતમાં ચાર પ્રહરને વિશે આઠ સામાયિક અને સવાર સાંજનું પ્રતિક્રમણ સાથે ૧૦ સામાયિકરૂપ દેશાવગાશિક વ્રત ગણાય છે.