________________
કર્મગ્રંથ-૨ વિવેચન
અસંખ્યાતમા ભાગ જેટલું અધિક બાંધ્યું હોય તો અને દેવનું વૈમાનિકનું આયુષ્ય બાંધ્યું હોય તો ક્ષાયિક સમકિત પામવા માટેનો પુરૂષાર્થ કરી શકે છે.
૨૪
આ ક્ષયોપશમ સમકિતી જીવ સૌ પ્રથમ અનંતાનુબંધી ૪ કષાયના દલિકોને નાશ કરવાનો પ્રયત્ન કરે છે તે આ પ્રમાણે :
આ પ્રયત્ન જીવ ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહીને કરે છે. તેમાં પહેલું યથાપ્રવૃત્તકરણ કરે, બીજું અપૂર્વકરણ કરે, અને ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. આ કરણોનું વર્ણન સમકિતની પ્રાપ્તિની જેમ જાણવું. બીજા અને ત્રીજા કરણમાં ઉદ્દવના વિધ્ધયુક્ત ગુણસંક્રમ વડે ૧ ઉદયાવલિકા સિવાયનું સઘળું દલિક સર્વથા નાશ કરે છે. ઉદયાવલિકાને કોઈકરણ લાગતું નથી જેથી સ્તિબુકસંક્રમ વડે સાતિય વિદ્યમાન પ્રકૃત્તિમાં સંક્રમાવિને તે દલિકોને દૂર કરે છે ત્યારબાદ અંતરમુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષ કર્મોમાં પણ િિતઘાત-૨સઘાત - ગુણશ્રેણી થતાં નથી કારણ કે અનંતાનુબંધી ૪ કષાયનો સંપૂર્ણ નાશ થતાં મોહનીય કર્મની ૨૪ પ્રકૃતિની સત્તાવાળો જીવ બને છે અને તે ૨૪ ની સત્તામાં સ્વભાવસ્થ રહે છે. ત્યારબાદ મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય કરવા માટે પુરૂષાર્થ કરતો અનંતાનુબંધીની જેમ સંપૂર્ણ ક્ષય કરે છે. જયારે તેનો ક્ષય થાય ત્યારે જીવ મોહનીય કર્મની ૨૩ની સત્તાવાળો બને છે. ત્યારબાદ મિશ્ર મોહનીય કર્મના દલિકોનો ક્ષય કરવાનો પ્રયત્ન કરતાં સંપૂર્ણનાશ કરે ત્યારે જીવ મોહનીય કર્મની ૨૨ પ્રકૃતિની સત્તાવાળો થાય છે. આ ૨૨ ની સત્તાવાળો જીવ સમ્યક્ત્વ મોહનીયના દલિકોને ઉદયાવલિકામાં લાવીને ભોગવીને ક્ષય કરે છે. તેમાં ઘણાખરાં દલિકો ક્ષય થયા બાદ થોડાક દલિકો ક્ષય કરવાના બાકી રહે ત્યારે કોઈક જીવનું આ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં મરીને ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં મોહનીય કર્મની ૨૨ની સત્તા લઈને જાય છે. અને ત્યાં સમકિત મોહનીયના જે દલિકો ક્ષય કરવાના બાકી છે તેને ઉદયાવલિકામાં લાવીને સંપૂર્ણ ક્ષય કરી ચારે ગતિમાં નિષ્ઠાપકરૂપે ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરે છે ત્યારે મોહનીય કર્મની ૨૧ની સત્તાવાળો થાય છે.
જે જીવોને આ ભવનું આયુષ્ય પૂર્ણ થતું નથી એટલે કે ભોગવાતાં મનુષ્યભવનું, મોહનીય કર્મની ૨૨ પ્રકૃત્તિની સત્તા વખતે આયુષ્ય પૂર્ણ ન થાય એવા જીવો સમકિત મોહનીયના પુદ્ગલોને ઉદયાવલીકામાં લાવી લાવીને ભોગવીને સંપૂર્ણ ક્ષય કરે છે ત્યારે મોહનીય કર્મની ૨૧ની સત્તાવાળો થાય છે. એટલે ક્ષાયિકસમકિતની પ્રાપ્તિ થાય છે.