________________
કર્મગ્રંથ-૨ વિવેચન આ કારણથી શ્રી જિનેશ્વરાદિની ભકિત કુશળ ચિત્તવાળી ગણાય છે. આ અત્યંત રાગના કારણે તેની મનોદશા જરૂર પડે તો ધર્મ માટે પ્રાણ આપવાની તૈયારી વાળી હોય છે, પણ પ્રાણ માટે કોઇકાળે ધર્મનો ત્યાગ કરતો નથી. આ પરિણામની દ્રઢતા વિશેષરીતે પ્રાપ્ત કરતો કરતો જ્યારે આગળ વધતો જાય છે ત્યારે રાગાદિ પરિણામો ઉપર તેને ભયંકર ગુસ્સો પેદા થાય છે કારણ કે અત્યાર સુધી સંસારમાં રખડપટ્ટી કરવા સાથે મને દુ:ખી કરેલ હોય તો આ રાગાદિ પરિણામોએ જ દુ:ખી કરેલ છે. આ વિચારણા દ્રઢ થતી જાય એટલે સંસારની રાગાદિ પરિણામવાળી પાપમય પ્રવૃત્તિ તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી લાગે છે. એ કિયા ગળિયો બળદની જેમ જલદી પુરી કરીને ધર્મની પ્રવૃત્તિમાં જવાનો અભિલાષ નિરંતર રહ્યા કરે છે. આ પરિણામની ધારા ચાલતી હોય છે ત્યારે ગ્રંથી પ્રત્યે અનંતાનુબંધી અનંતાનુબંધી જેવો પ્રશસ્ત કોધ પ્રાપ્ત થાય છે આ શુધ્ધ યથાપ્રવૃત્તકરણનું છેલ્લું અંતરમુહૂર્ત ગણાય છે.
આ કાળ પૂર્ણ થતાં તીક્ષણ કટાર જેવો અધ્યવસાય, અપૂર્વકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે આ અધ્યવસાયમાં પ્રવેશ થતાંની સાથે જ રાગાદિ પરિણામની ગ્રંથીના ટૂકડા એટલે કે ભેદ થાય છે.
ગ્રંથભેદ એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ રાગ જે હતો તેને બદલે અલ્પ થાય છે અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે જે ગાઢ ષ હતો તે અલ્પ બને છે. એટલે કે ૪ ઠાણીયા રસનો ૨ દાણીયા રસ થાય છે.
આ અધ્યવસાયમાં વર્તમાન જીવ (૧) અપૂર્વ સ્થિતિબંધ (૨) અપૂર્વ સ્થિતિઘાત (૩) અપૂર્વ રસઘાત અને (૪) ગુણશ્રેણી એમ ૪ વસ્તુ નવી પ્રાપ્ત કરે છે.
અપૂર્વ સ્થિતિઘાત : સત્તામાં રહેલી સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ અને જધન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ ખંડનો અંતરમર્તમાં ઘાત કરે છે એટલે જેનો ઘાત થવાનો નથી તે નીચેની સ્થિતિના દલિકોનેવિશે આ દલિકો ભેગા નાંખે છે એટલે કે તેના ભેગા ભોગવાઈ જાય તેવા કરે છે. ફરીથી પાછો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ખંડને ઉપાડે છે. અને અંતરમુહૂર્તમાં ઘાત કરે છે આ પ્રમાણે આ અપૂર્વકરણના કાળમાં હજારોવાર ઘાત કરે છે. આ કારાગે અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિ હતી તેના કરતાં સંખ્યામાં ભાગની સ્થિતિ ચરમ સમયે કરે છે.
અપૂર્વ રસઘાત : અશુભ પ્રકૃતિઓનો જે રસ સત્તામાં હોય છે તેનો અનંતમો ભાગ રાખી બાકીના સર્વ રસનો, પહેલા સમયે અમુક પ્રમાણ રસને, બીજા સમયે અમુક પ્રમાણ રસને એમ સમયે સમયે કરીને અંતરમુહૂર્તમાં નાશ કરે છે. ફરી પાછો